બધા ટ્રેન્ડીંગ ટ્રાવેલ મ્યુઝિક સ્પોર્ટ્સ ફેશન વાઈલ્ડ લાઈફ નેચર હેલ્થ ફૂડ ટેક્નોલોજી લાઈફ સ્ટાઈલ પીપલ બીઝનેસ ઓટોમોબાઈલ મેડિકલ મનોરંજન ઇતિહાસ રાજકારણ ઢોલીવૂડ World Aggregator ANI BBC

મારુતિ સુઝુકી દ્વારા કોમ્પિટિશન કમિટીને ફટકારવામાં આવ્યો 200 કરોડનો દંડ

કોમ્પિટિશન કમિટી ઓફ ઈન્ડિયા (CCI) દ્વારા દેશની સૌથી મોટી કાર મેન્યુફેક્ચરિંગ કંપની મારુતિ સુઝુકી ઈન્ડિયા લિમિટેડને અયોગ્ય રીતે વેપાર કરવાના કારણે 200 કરોડ રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો છે. તેની સાથે જ સીસીઆઈ દ્વારા કંપનીને એન્ટી કોમ્પિટિટિવ પ્રેક્ટિસમાં સામેલ ન થવા અને તેને બંધ કરવાનો નિર્દેશ પણ આપવામાં આવ્યો છે.

નિયામક દ્વારા એક જાહેરાતમાં કહેવામાં આવ્યું છે કે, ડીલરો સાથે ડિસ્કાઉન્ટ કન્ટ્રોલ પોલિસીને લાગુ કર્યા બાદ પેસેન્જર વ્હિકલ સેક્ટરમાં રીસેલ પ્રાઈસ મેઈન્ટેનન્સ (RPM) માં એન્ટી કોમ્પિટિટિવ વ્યવહારમાં સામેલ થવાને લીધે આ દંડ ફટકારવામાં આવ્યો છે. તેની સાથે નિવેદનમાં જણાવવામાં આવ્યું છે કે, નિયામકને જણાવ્યું છે કે, મારુતિ દ્વારા પોતાના ડીલરોની સાથે એક સમજૂતી કરવામાં આવી હતી, જે અંતર્ગત ગ્રાહકોને કંપની દ્વારા નિર્ધારિત છૂટથી વધુ છૂટ આપવાથી ડીલરોને રોકવામાં આવ્યા હતા.

ડિસ્કાઉન્ટ કન્ટ્રોલ પોલિસીને લાગુ કરવા માટે મારુતિ દ્વારા મિસ્ટ્રી શોપિંગ એજન્સી (MSA) ની નિમણૂકતા કરવામાં આવેલી છે. જે ગ્રાહક બનીને મારુતિના ડીલરો પાસે જતા હતા અને જાણકારી મેળવતા હતા કે, ગ્રાહકોને કોઈ વધારાની છૂટ તો આપવામાં આવી રહી નથી. જો કોઈ વધારાની છૂટ આપતું જાણવા મળે તો તો કંપની દ્વારા તેની પાસેથી ખુલાસો માંગવામાં આવતો હતો. જો ડીલર ખુલાસો કરી ના શકે તો કંપની ડીલરશિપ અને તેના કર્મચારીઓ પર દંડ ફટકારતી હતી. છેલ્લા કેસમાં તો કંપનીએ સપ્લાય બંધ કરવાની ધમકી પણ આપી દીધી હતી.