બધા ટ્રેન્ડીંગ ટ્રાવેલ મ્યુઝિક સ્પોર્ટ્સ ફેશન વાઈલ્ડ લાઈફ નેચર હેલ્થ ફૂડ ટેક્નોલોજી લાઈફ સ્ટાઈલ પીપલ બીઝનેસ ઓટોમોબાઈલ મેડિકલ મનોરંજન ઇતિહાસ રાજકારણ ઢોલીવૂડ World Aggregator ANI BBC

પ્રાણીઓથી ફેલાતી વધુ એક બીમારી

ગુજરાતના થોડા વિસ્તારોમાં હાલ કોંગો ફીવરના કેસ આવ્યા છે. આ કેસને જોતા મહારાષ્ટ્રમાં અલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. પશુપાલન વિભાગના ડેપ્યુટી કમિશનર ડૉ. પ્રશાંત કામ્બ્લેએ કહ્યું કે, ગુજરાતના કેટલાક વિસ્તારમાં આવો તાવ જોવા મળ્યો છે. કોંગો ફીવર મહારાષ્ટ્રના પણ ગુજરાતથી નજીક વિસ્તારમાં ફેલાવાની શક્યતા છે. પાલઘર શહેર ગુજરાતના વલસાડ જીલ્લાથી નજીક છે. આ કોંગો ફીવર ક્યારે, કેમ અને કેવી રીતે ફેલાય છે તેના વિશે જાણીએ...


કોંગો ફીવરની અત્યાર સુધી કોઈ વેક્સીન તૈયાર થઇ નથી. વેક્સીન ના હોવાને લીધે તેનાથી બચવું એ જ ઉત્તમ સારવાર છે
સંક્રમિત પ્રાણીઓના રક્તના સંપર્કમાં આવવાથી તે તેનું માંસ ખાવાથી આ બીમારી મનુષ્યોમાં ફેલાઈ છે
વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન પ્રમાણે, તેના લક્ષણ દેખાતા 6થી 13 દિવસનો સમય લાગે છે

1. કોંગો ફીવર શું છે? તેના લક્ષણ ક્યારે દેખાય છે?

આ વાઈરલ બીમારી એક ખાસ પ્રકારના જંતુથી એક પ્રાણીમાંથી બીજા પ્રાણીમાં ફેલાઈ છે.
સંક્રમિત પ્રાણીઓના રક્તના સંપર્કમાં આવવાથી તે તેનું માંસ ખાવાથી આ બીમારી મનુષ્યોમાં ફેલાઈ છે.
જો યોગ્ય સમયે આ બીમારીની સારવાર ના કરાવવામાં આવે તો 30% દર્દીઓના મોત થાય છે.
વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન પ્રમાણે, તેના લક્ષણ દેખાતા 6થી 13 દિવસનો સમય લાગે છે.

2. કોંગો ફીવર ક્યાંથી આવ્યો?

આ બીમારીનો પ્રથમ કેસ 1944માં યુરોપના ક્રીમિયામાં આવ્યો હતો, પરંતુ 1956માં આફ્રિકાના લોકોના પણ આ વાઈરસ દેખાયો, આથી આ બીમારીનું પૂરું નામ ક્રીમિયન કોંગો ફીવર રાખવામાં આવ્યું. જો કે, બોલચાલની ભાષામાં તેને કોંગો ફીવર જ કહેવામાં આવે છે. હવે આ વાઈરસ બીજા દેશોમાં પહોંચી રહ્યો છે.

3. કયા લક્ષણ દેખાય તો અલર્ટ થઇ જવું?

આ વાઈરસથી સંક્રમિત થનારા દર્દીઓમાં તાવની સાથે માંસ પેશીઓમાં દુખાવો, માથાનો દુખાવો અને ચક્કર આવવા જેવા લક્ષણો દેખાય છે.
કેટલાક દર્દીઓને સૂર્યના પ્રકાશથી તકલીફ પડે છે અને આંખમાં સોજા રહે છે.
સંક્રમણના 2થી 4 દિવસ પછી ઊંઘ ના આવવી, ડિપ્રેશન અને પેટના દુખાવાની ફરિયાદ પણ આવી ચૂકી છે.
મોં, ગળા અને સ્કિન પર ફોલ્લીઓ થતા હાર્ટ રેટ પણ વધી શકે છે.

4. તેની સારવાર શું છે?

WHOના જણાવ્યા પ્રમાણે, લક્ષણ દેખાવા પર દર્દીઓને એન્ટિવાઈરલ ડ્રગ આપવામાં આવે છે. તેની સારવાર ઓરલ અને ઇન્ટ્રોવેનસ એમ બંને રીતે કરી શકાય છે. તેના 30 ટકા દર્દીઓના મૃત્યુ બીમારીના બીજા અઠવાડિયે થાય છે. દર્દી જો સ્વસ્થ થઇ રહ્યો હોય તો તેની અસર 9 અને 10મા દિવસે દેખાવા લાગે છે.

કોંગો ફીવરની અત્યાર સુધી કોઈ વેક્સીન તૈયાર થઇ નથી. વેક્સીન ના હોવાને લીધે તેનાથી બચવું એ જ ઉત્તમ સારવાર છે.