બધા ટ્રેન્ડીંગ ટ્રાવેલ મ્યુઝિક સ્પોર્ટ્સ ફેશન વાઈલ્ડ લાઈફ નેચર હેલ્થ ફૂડ ટેક્નોલોજી લાઈફ સ્ટાઈલ પીપલ બીઝનેસ ઓટોમોબાઈલ મેડિકલ મનોરંજન ઇતિહાસ રાજકારણ ઢોલીવૂડ World ANI BBC Others

કોંગ્રેસના પૂર્વ પ્રદેશ પ્રમુખ ભરતસિંહ સોલંકીનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા કોંગ્રેસમાં ચકચાર, શક્તિસિંહ કોરન્ટાઈન થયા...

કોંગ્રેસના પૂર્વ પ્રદેશ પ્રમુખ ભરતસિંહ સોલંકીનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. હાલ તેઓ વડોદરા શહેરની માંજલપુરમાં આવેલી બેન્કર્સ હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા છે. ઉલ્લેખનીય છે કે તેઓ રાજ્યસભાની ચૂંટણીમાં ઉમેદવાર હતા. તેઓનો ગઈકાલે કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. જો કે સ્વાસ્થ્ય ખરાબ થતા તેમણે રિપોર્ટ કરાવ્યો હતો.

મહત્વનું છે કે રાજ્યસભાની ચૂંટણી દરમિયાન ભરતસિંહ સોલંકી શક્તિ સિંહ ગોહીલ સહિત કોંગ્રેસના અનેક નેતાઓ અને ધારાસભ્યો તેમજ પત્રકારોના સંપર્કમાં આવ્યા હતા. જેથી ચકચાર મચી જવા પામ્યો છે. ભરતસિંહનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા હોવાની જાણ થાત શક્તિસિંહ ગોહીલ દિલ્લીમાં કોરન્ટાઈન થયા છે.

મળતી માહિતી મુજબ તેઓ દિલ્લીથી બહાર જવાના હતા પરંતુ ભરત સિંહનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા તેઓએ પ્રવાસ રદ કર્યો છે. ઉલ્લેખનીય છે કે ભરતસિંહ સોલંકીનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હોવાના સમાચાર મળતા મુખ્યમંત્રીએ તેઓની સાથે ટેલીફોનિક વાતચીત કરી ખબર અંતર પૂછ્યા હતા. સાથેજ તેઓ જલ્લી સ્વાસ્થ થઈ પુન: લોક સેવામાં કાર્યરત થઈ જાય તેવી શુભેચ્છાઓ પાઠવી હતી.