બધા ટ્રેન્ડીંગ ટ્રાવેલ મ્યુઝિક સ્પોર્ટ્સ ફેશન વાઈલ્ડ લાઈફ નેચર હેલ્થ ફૂડ ટેક્નોલોજી લાઈફ સ્ટાઈલ પીપલ બીઝનેસ ઓટોમોબાઈલ મેડિકલ મનોરંજન ઇતિહાસ રાજકારણ ઢોલીવૂડ World Aggregator ANI BBC

કોંગ્રેસના વધુ એક ધરાસભ્યનો કોરોના રિપોર્ટ પોઝિટિવ, ભરતસિંહ સોલંકીની તબિયત નાદુરસ્ત...

સમગ્ર રાજ્યમાં કોરોના વાયરસે કહેર મચાવ્યો છે ત્યારે કોરોનાએ હવે રાજકીય પાર્ટીઓમાં પણ પ્રવેશ કરી લીધો છે, રાજ્યમાં કોંગ્રેસ તેમજ ભાજપના કેટલાય નેતાઓ કોરોના પોઝીટીવ સામે આવ્યા છે ત્યારે હવે કોંગ્રેસના વધુ એક ધારાસભ્યનો કોરોના રીપોર્ટ પોઝીટીવ આવ્યો છે.


કોંગ્રેસના બનાસકાંઠા વાવના ધારાસભ્ય ગેનીબેનનો રીપોર્ટ પોઝીટીવ સામે આવતા ગુજરાત કોંગ્રેસમાં ખળભળાટ મચી જવા પામ્યો છે, રાજ્યની રાજકીય પાર્ટીમાં સૌથી વધારે કોંગ્રેસના નેતાઓ કોરોનાની ઝપેટમાં સપડાયા છે ત્યારે કોંગ્રેસના વધુ એક ધારાસભ્યનો કોરોના રીપોર્ટ પોઝીટીવ સામે આવ્યો છે. તાજેતરમાંજ ભરતસિંહ સોલંકીનો રીપોર્ટ પોઝીટીવ આવેલ છે અને તે હોસ્પીટલમાં સારવાર હેઠળ છે.


ઉલ્લેખનીય છે કે આવી મહામારીના સમયમાં નેતાઓને જયારે પ્રજાએ ચૂંટીને મોકલ્યા હોય ત્યારે નેતોઓએ તેમની સાર સંભાળ લેવા જવું ખુબ જરૂરી બની જતું હોય છે જેથી કોંગ્રેસ ભાજપ સહીત અન્ય પક્ષના નેતાઓ પણ કોરોના વાયરસની ઝપેટમાં સપડાયા છે.