બધા ટ્રેન્ડીંગ ટ્રાવેલ મ્યુઝિક સ્પોર્ટ્સ ફેશન વાઈલ્ડ લાઈફ નેચર હેલ્થ ફૂડ ટેક્નોલોજી લાઈફ સ્ટાઈલ પીપલ બીઝનેસ ઓટોમોબાઈલ મેડિકલ મનોરંજન ઇતિહાસ રાજકારણ ઢોલીવૂડ World ANI BBC Others

This browser does not support the video element.

દેવામાફી, પાકવિમો, ડીઝલમાં સબસિડી બાબતે કિસાન કોંગ્રેસ ચેરમેન પાલ આંબલિયાએ CM રૂપાણીને પત્ર લખ્યો...

સમગ્ર દેશ અને રાજ્યમાં કોરોના કહેર ચાલી રહ્યો છે ત્યારે કોંગ્રેસ કિસાન ચેરમેન પાલ આંબલિયાએ CM રૂપાણીને પત્ર લખી વિવિધ માંગણીઓ કરી છે.

પાલ આંબલિયાએ પત્રમાં જણાવ્યું છે કે સરકારની ખેડૂત વિરોધી નિતી રીતિના કારણે ખેડૂત દેવાદાર બન્યો છે તેમજ ખેડૂતોનું દેવું માફ કરવામાં આવે તેવી પત્રમાં માંગ કરાઈ છે.

વધુમાં ચાલુ વર્ષનો 100% પાકવિમો ખેડૂતોને આપવામાં આવે તેવી પણ માંગ કરવામાં આવી છે, પાલ આંબલિયાએ જણાવ્યું હતું કે સરકાર પાંખડી જેટલું આપી ફૂલ જેવડી જાહેરાત કરે છે. તેમજ જણાવ્યું છે કે દરેક યોજનામાં ખેડૂત નામ માત્રનો રહી જાય છે મલાઈ વચેટીયાઓ, મળતીયાઓ ખાઈ જાય છે.

ખેડૂતની પડતર કિંમત દિવસે દિવસે વધે છે ને ભાવો ઘટતા જાય છે, ડીઝલમાં સાગર ખેડૂતની જેમ જમીન ખેડતા ખેડૂતોને સબસીડી આપવામાં આવે આ માંગણીઓ કિસાન કોંગ્રેસ ચેરમેન પાલ આંબલિયાએ CM રૂપાણીને પત્ર લખી કરી છે.