બધા ટ્રેન્ડીંગ ટ્રાવેલ મ્યુઝિક સ્પોર્ટ્સ ફેશન વાઈલ્ડ લાઈફ નેચર હેલ્થ ફૂડ ટેક્નોલોજી લાઈફ સ્ટાઈલ પીપલ બીઝનેસ ઓટોમોબાઈલ મેડિકલ મનોરંજન ઇતિહાસ રાજકારણ ઢોલીવૂડ World ANI BBC Others

રાજકોટમાં ચૂંટણી પહેલા રાજકીય દાવપેચ: કોંગેસના આ પૂર્વ ધારાસભ્ય હાર્દિક પટેલની આગેવાનીમાં આવતીકાલે ફરી ઘર વાપસી કરશે...

સમગ્ર રાજ્યમાં એકતરફ કોરોના વાયરસે કહેર મચાવ્યો છે જયારે બીજી તરફ રાજકીય પક્ષોએ આવનારી ચૂંટણીની તૈયારીઓ શરુ કરી દીધી છે. ભારતીય જનતા પાર્ટીના નવનિયુક્ત પ્રદેશ અધ્યક્ષ સી.આર પાટીલ પણ સૌરાષ્ટ્ર પ્રવશે છે ત્યારે સૌરાષ્ટ્રમાં રાજકીય પક્ષો દ્વારા અથાગ મહેનત કરવામાં આવી રહી છે, જયારે ભાજપના નવનિયુક્ત પ્રદેશ અધ્યક્ષ સૌરાષ્ટ્રના પ્રવશે છે ત્યારે રાજકોટથી ભારતીય જનતા પાર્ટી માટે માઠા  સમાચાર સામે આવ્યા છે.

રાજકોટમાં મહાનગર પાલિકાની ચૂંટણી આવી રહી છે ત્યારે તેને ધ્યાનમાં લઈને રાજકોટ કોંગ્રેસને મજબૂત કરવામાં આવશે, રાજકોટ કોંગ્રેસના પૂર્વ દિગ્ગજ નેતા તેમજ રાજકોટ ના પૂર્વ ધારાસભ્ય અને પૂર્વ શહેર કોંગ્રેસ પ્રમુખ ઇન્દ્રનીલ રાજ્યગુરુ આવતીકાલે ફરીવાર કોંગ્રેસમાં જોડાવવા જઈ રહ્યા છે. મળતી વિગતો અનુસાર ઇન્દ્રનીલ રાજ્યગુરુ આવતીકાલે બપોરે 12 વાગ્યે અમિત ચાવડા અને હાર્દિક પટેલની આગેવાનીમાં કોંગ્રેસનો ખેશ ધારણ કરશે.

ઉલ્લેખનીય છે કે ઇન્દ્રનીલ રાજ્યગુરુ રાજ્યના મુખ્યપ્રધાન વિજય રૂપાણી સામે ચૂંટણી લડ્યા હતા અને ભારે રસાકસી પણ જોવા મળી હતી. તેમજ બીજી તરફ કોંગ્રેસનું મવડી મંડળ યુવાનોને તક આપી રહ્યું છે તેમ જોવા મળી રહ્યું છે જેનું તાજું ઉદાહરણ હાર્દિક પટેલ છે. ત્યારે હવે હાર્દિક પટેલ પાટીદાર ફેક્ટર દ્વારા કોંગ્રેસને આગામી ચૂંટણીમાં સૌરાષ્ટ્રમાં કેટલો ફાયદો કરાવી શકે છે તેતો જોઉં જ રહ્યું...