શિક્ષણકાર્ય થયું નથી તો વિદ્યાર્થીઓનું મૂક્યાંકન કેવી રીતે થશે?? : મનીષ દોશી
સમગ્ર રાજ્યમાં કોરોના વાયરસે કહેર મચાવ્યો છે ત્યારે શિક્ષણ, વેપાર તેમજ ધંધા પર તેની વ્યાપક અસર જોવા મળી રહી છે. રાજ્યની તમામ શાળાઓના વિદ્યાર્થીઓની ઘરે બેઠા પરીક્ષા લેવા અંગે કોંગ્રેસના પ્રવક્તા મનીષ દોશીનું નિવેદન સામે આવ્યું છે. મનીષ દોશીના જણાવ્યા મુજબ કેન્દ્રના માનવ સંશાધન મંત્રાલયની માર્ગદર્શિકાથી રાજ્ય સરકરની વિપરીત કામગીરી સામે આવી છે. વધુમાં તેમને જણાવ્યું હતું કે, રાજ્યના શિક્ષણ વિભાગને બાળકોના શિક્ષણ કરતા કોન્ટ્રાકટ કેમ વધુ આપી શકાય તેવી જાહેરાતો કરે છે.
વધુમાં કોંગ્રસ પ્રવક્તા મનીષ દોશીએ જણાવ્યું હતું કે, શિક્ષણકાર્ય થયું નથી તો વિદ્યાર્થીઓનું મૂક્યાંકન કેવીરીતે થશે?? તેમજ રાજ્યના ૧૮ હજાર ગ્રામ્ય વિસ્તારોમાં કોરોના મહામારીના સમયગાળા દરમ્યાન બાળકો શિક્ષણથી વંચિત રહ્યા છે.
ઘરે ઘરે વિદ્યાર્થીઓને મૂક્યાંકન માટે મટીરીયલ શિક્ષકો દ્વારા પહોંચાડવાની જાહેરાતથી શિક્ષકો મુશ્કેલીમાં મુકાશે, તેમજ સરકારના આવા નિર્ણયથી વિદ્યાર્થીઓ વાલીઓ અને શિક્ષકો મુશ્કેલીમાં મુકાયા છે. મનીષ દોશીએ જણાવ્યું હતું કે, સરકારની જાહેરાત માનવ સંશાધન મંત્રાલયની માર્ગદર્શિકાથી વિરોધી છે, આ સાથે જ તેમણે હાલ પૂરતી મૂક્યાંકનની કામગીરી સ્થગિત કરવી જોઈએ તેવી માંગણી કરી હતી.