બધા ટ્રેન્ડીંગ ટ્રાવેલ મ્યુઝિક સ્પોર્ટ્સ ફેશન વાઈલ્ડ લાઈફ નેચર હેલ્થ ફૂડ ટેક્નોલોજી લાઈફ સ્ટાઈલ પીપલ બીઝનેસ ઓટોમોબાઈલ મેડિકલ મનોરંજન ઇતિહાસ રાજકારણ ઢોલીવૂડ World Aggregator ANI BBC

અમદાવાદમાં 15 મે સુધી સંપૂર્ણ લોકડાઉન, દૂધ અને દવા સિવાયની તમામ વસ્તુ પર પ્રતિબંધ...

સમગ્ર રાજ્યમાં કોરોના વાયરસના કેસો કુદકે ને ભૂસકે વધી રહ્યા છે જેના સૌથી વધારે કેસ અમદાવાદમાં જોવા મળી રહ્યા છે. અમદાવાદમાં કોરોના વાયરસના કેસો વધતા રોકવા માટે તંત્ર દ્વારા કોઈ કસર છોડવામાં આવી રહી નથી.



આજે રાત્રે બાર વાગ્યા થી અમદાવાદ સંપૂર્ણ બંધ રહેશે તેમજ દૂધ અને દવા સિવાયની તમામ દુકાનો બંધ રાખવા આદેશ આપવામાં આવ્યા છે. મળતી વિગતો પ્રમાણે અમદાવાદમાં ફળ શાકભાજી અને કરિયાણાની દુકાન 15 તારીખ સુધી સંપૂર્ણ બંધ રાખવામાં આવશે.



અમદાવાદના મહાનગર પાલિકાના ઇન્ચાર્જ કમિશનર દ્વારા કોરોના રોકવા માટે આ જાહેરાત કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે તંત્ર દ્વારા અમદાવાદમાં પેરામિલિટરી ફોર્સ ઉતાર્યા બાદ વધુ એક મોટો નિર્ણય લેવામાં આવ્યો છે.અમદાવાદમાં વધતા કેસોને ધ્યાનમાં લઈને 15 મે સુધી સંપૂર્ણ લોકડાઉન જાહેર કરવામાં આવ્યું છે.



અત્યારસુધી અમદાવાદમાં કરિયાણાની દુકાનોને મંજૂરી આપવામાં આવી હતી. પરંતુ જે પ્રમાણે કોરોના વાયરસના કેસો વધી રહ્યા છે તેને ધ્યાનમાં લઈને અમદાવાદમાં 15 મે સુધી દૂધ અને દવા સિવાયની તમામ દુકાનો બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.