બધા ટ્રેન્ડીંગ ટ્રાવેલ મ્યુઝિક સ્પોર્ટ્સ ફેશન વાઈલ્ડ લાઈફ નેચર હેલ્થ ફૂડ ટેક્નોલોજી લાઈફ સ્ટાઈલ પીપલ બીઝનેસ ઓટોમોબાઈલ મેડિકલ મનોરંજન ઇતિહાસ રાજકારણ ઢોલીવૂડ World Aggregator ANI BBC

સામાન્ય માણસ માટે માસ્ક ફરજીયાત, અમદાવાદના મેયરે માસ્ક પહેર્યા વગર પોઝ આપ્યો...

સમગ્ર રાજ્યમાં કોરોના વાયરસ કાળો કહેર વર્તાઈ રહ્યો છે. કોરોના વાયરસના કેસોમાં સતત વધારો થતો જોવા મળી રહ્યો છે, જેને લઈને તંત્ર પણ કોઈ કચાસ છોડવા માંગતું નથી. કોરોના સામે લડવા માટે રાજ્ય સરકાર દ્વારા અનેક અભિયાનો ચલાવવામાં આવ્યા છે. જેમાં હું પણ કોરોના વોરિયર્સ, જીતશે ગુજરાત જેવા અભિયાનો રાજ્ય સરકાર દ્વારા ચલાવવામાં આવી રહ્યા છે. રાજ્યના તમામ નાગરિકોને રાજ્ય સરકાર દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે કે રાજ્યના તમામ નાગરિક સોશિયલ ડિસ્ટનસિંગ, માસ્ક ફરજીયાત પહેરવું, સેનેટાઈઝર નો ઉપયોગ કરવો તેમજ રાજ્યની રૂપાણી સરકાર દ્વારા રાજ્યના તમામ નાગરિકોને હું પણ કોરોના વોરિયર્સ જણાવ્યા છે.

વાત જ્યારે અમદાવાદની કરવામાં આવે તો ગુજરાતમાં કોરોના વાયરસના સૌથી વધારે કેસો અમદાવાદમાં જોવા મળી રહ્યા છે. તેમજ એશિયાની સૌથી મોટી હોસ્પિટલ સિવિલમાં પણ કોરોના વાયરસના મૃત્યુદરમાં વધારો થઈ રહ્યો છે. કોરોના વાયરસની લડાઈમાં અમદાવાદના મેયર બીજલ પટેલ પણ હું પણ કોરોના વોરિયર્સ અભિયાનમાં જોડાયા છે. આમ તો શરૂઆતમાં અમદાવાદમાં કોરોના વાયરસના કેસોનો રાફડો ફાટી નીકળ્યો ત્યારે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનો સત્તા પક્ષ ક્યાંય જોવા મળતો ન હતો. મ્યુનિસિપલ કમિશ્નરની બદલી થયા બાદ અમદાવાદના મેયર કોરોના વાયરસ સામેની લડાઈમાં જોવા મળી રહ્યા છે. 2 દિવસ અગાઉ જ અમદાવાદના GMDC ખાતે મેંગો ફેસ્ટિવલનું ઓપનિંગ બીજલ પટેલના હસ્તે કરવામાં આવ્યું હતું ત્યારે બીજલ પટેલે મીડિયા સાથેની વાતચીતમાં કહ્યું હતું કે આખું અમદાવાદ મારુ જ છે અને વિજય નહેરાની બદલી અંગે કોઈ પ્રતિક્રિયા આપી ન હતી.

બીજલ પટેલ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના મેયર એટલેકે અમદાવાદના પ્રથમ નાગરિક કહેવાય. SBI લાઈફ ઈન્સ્યુરન્સની CSR પહેલ પર અમદાવાદના મેયરે માસ્ક પહેર્યા વગર પોઝ આપ્યો હતો. જેને લઈને સોશિયલ મીડિયામાં આ ફોટો ખુબજ વાયરલ થઈ રહ્યો છે. સામાન્ય પણે અમદાવાદની જનતા અમદાવાદના પ્રથમ નાગરિકને અનુસરતી હોય છે ત્યારે જો અમદાવાદના મેયર જ આવી રીતે માસ્ક પહેર્યા વગર પોઝ આપી રહ્યા છે તો સામાન્ય માણસો તેમનું અનુકરણ કેઉ કરે તે પણ એક સવાલ છે. સરકાર દ્વારા રાજ્યના નાગરિકોને માસ્ક પહેરવા અનુરોધ કરવામાં આવી રહ્યો છે ત્યારે જ અમદાવાદના મેયર બીજલ પટેલ માસ્ક પહેર્યા વગર પોઝ આપતા જોવા મળી રહ્યા છે.