બધા ટ્રેન્ડીંગ ટ્રાવેલ મ્યુઝિક સ્પોર્ટ્સ ફેશન વાઈલ્ડ લાઈફ નેચર હેલ્થ ફૂડ ટેક્નોલોજી લાઈફ સ્ટાઈલ પીપલ બીઝનેસ ઓટોમોબાઈલ મેડિકલ મનોરંજન ઇતિહાસ રાજકારણ ઢોલીવૂડ World Aggregator ANI BBC

અમદાવાદના અનેક વિસ્તારોમાં તીવ્ર દુર્ગંધથી લોકો પરેશાન, ગેસ ગળતરની આશંકા..

સમગ્ર દેશ અને રાજ્યમાં કોરોના વાયરસ કહેર મચાવી રહ્યો છે અને તેને કારણે લોકડાઉન લાગુ કરી દેવામાં આવ્યું છે જેથી લોકો પોતપોતાના ઘરમાં જ પોતાનો સમય પસાર કરી રહ્યા છે ત્યારે રવિવારે મોડી રાત્રે અમદાવાદના અમુક વિસ્તારમાં તીવ્ર દુર્ગંધથી લોકોની પરેશાનીમાં વધારો થઈ રહ્યો  છે.

પ્રાપ્ત માહિતી અનુસાર અમદાવાદના એસ.જી હાઇવે વિસ્તારમાં ગેસ ગળતરની આશંકા સેવાઇ રહી છે. અમદાવાદના નહેરુનગર, મણિનગર, માણેકબાગ, કાંકરિયા ઉપરાંત બોપલ, સાઉથ બોપલ, વેજલપુરમાં અસહ્ય દુર્ગંધના કારણે લોકોની ચિંતામાં વધારો થયો છે. અને લોકો મોટી સંખ્યામાં એકઠા થઇ ગયા છે. રહીશો દ્વારા અદાણીના કસ્ટમર કેરમાં પણ ફોન કરવામાં આવી રહ્યા છે જ્યાં અદાણીના કર્મચારીઓ દ્વારા સબ સલામતના દાવા કરવામાં આવી રહ્યા છે.

આ સમગ્ર બાબતે ફાયરની 10 થી વધારે ગાડીઓ તથા ઉચ્ચ અધિકારીઓનો કાફલો દોડતો થઈ ગયો છે. તેમજ ક્યાંથી ગેસની દુર્ગંધ આવે છે તે હજી સુધી જાણી શકાયું નથી. આ સમગ્ર બાબતે ગેસ ગળતરની આશંકા સેવાઇ રહી છે. જો કે આ સમગ્ર બાબતે તપાસ ચાલુ છે અને હજી ચોક્કસપણે જાણી શકાયું નથી, બાયોગેસ હોય તેવી શક્યતાઓ પણ સેવાઇ રહી છે.