બધા ટ્રેન્ડીંગ ટ્રાવેલ મ્યુઝિક સ્પોર્ટ્સ ફેશન વાઈલ્ડ લાઈફ નેચર હેલ્થ ફૂડ ટેક્નોલોજી લાઈફ સ્ટાઈલ પીપલ બીઝનેસ ઓટોમોબાઈલ મેડિકલ મનોરંજન ઇતિહાસ રાજકારણ ઢોલીવૂડ World Aggregator ANI BBC

અહો આશ્ચર્યમ! અમદાવાદની ખાનગી હોસ્પીટલમાં કોરોના વાયરસની સારવારનો ખર્ચ અધધ!!!

સમગ્ર દેશ અને રાજ્યમાં કોરોના વાયરસના કેસોમાં સતત વધારો થઇ રહ્યો છે ત્યારે સરકાર દ્વારા રાજ્યની વધુ ત્રણ ખાનગી હોસ્પિટલમાં કોરોના વાયરસની સારવાર માટેની મંજુરી આપવામાં આવી છે. જેમાં HCG હોસ્પિટલ, સ્ટરલિંગ હોસ્પિટલ અને નારાયણી હોસ્પીટલને કોરોના વાયરસની સારવાર કરવાની મંજુરી આપવામાં આવી છે. ત્યારે આ ખાનગી હોસ્પિટલો દ્વારા ક્યાંકને ક્યાંક લોકોને લુંટવાના પ્રયાસો થઇ રહ્યા છે.

HCG અને સ્ટર્લીંગ હોસ્પીટલમાં કોરોના વાયરસની સારવારના આંકડા ચોક્કસપણે ચોકાવી દે તેવા છે. હાલમાં વાયરલ થયેલા ઓડિયોમાં HCG હોસ્પિટલ દ્વારા કોરોના વાયરસની સારવારનો ખર્ચ પૂછવામાં આવતા જણાવ્યું હતું કે પહેલા 1 લાખ ડીપોઝીટ અને ICUમાં રાખવામાં આવે તો રોજના 60000 રૂપિયા જનરલ વોર્ડના 30000 ચાર્જ હોસ્પિટલ દ્વારા જણાવવામાં આવ્યો હતો. અને જો સ્ટર્લીંગ હોસ્પીટલની વાત કરવામાં આવે તો વાયરલ ઓડિયોમાં કોરોના વાયરસની સારવારનો ખર્ચ 8,50,000 રૂપિયા ફક્ત ડીપોઝીટ પેટે જણાવ્યા હતા.

જયારે સમગ્ર રાજ્ય કોરોના વાયરસની મહામારી સામે લડી રહ્યું છે ત્યારે હોસ્પિટલ દ્વારા લોકોને આવી રીતે બેફામ લુંટવામાં આવે છે. સરકાર દ્વારા ખાનગી હોસ્પિટલોને મંજુરી તો આપવામાં આવી પરંતુ તેની સારવાર પાછળના કોઈ ખર્ચ નક્કી કરવામાં આવ્યા છે ખરા? આ સર્વરના ખર્ચ સંભાળીને લાગે છે કે આ ફક્ત અમીર વર્ગ માટે જ હોસ્પિટલને મંજુરી આપવામાં આવી છે. ગરીબ અને મધ્યમ વર્ગ આ હોસ્પીટલમાં સારવાર લઈ શકશે ખરા? આ ઉપરાંત વાયરલ ઓડિયોમાં હોસ્પિટલ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, કોરોના વાયરસની સારવારમાં સરકાર દ્વારા નક્કી કરવામાં આવેલા કોઈ કાર્ડ ચલાવવામાં આવતા નથી કે અન્ય કોઈપણ પ્રકારની યોજના ચલાવવામાં આવતી નથી. જો હોસ્પિટલો દ્વારા મહામારીના સમયે આવા બેફામ ચાર્જ વસુલવામાં આવે છે તે ક્યાંકને ક્યાંક સરકારની રહેમ નજર હેઠળ તો નથી ને તે પણ એક મોટો સવાલ છે... 

નોંધ: આ વાયરલ ઓડિયોની 25kalak.com પુષ્ટિ કરતુ નથી...