બધા ટ્રેન્ડીંગ ટ્રાવેલ મ્યુઝિક સ્પોર્ટ્સ ફેશન વાઈલ્ડ લાઈફ નેચર હેલ્થ ફૂડ ટેક્નોલોજી લાઈફ સ્ટાઈલ પીપલ બીઝનેસ ઓટોમોબાઈલ મેડિકલ મનોરંજન ઇતિહાસ રાજકારણ ઢોલીવૂડ World ANI BBC Others

This browser does not support the video element.

અમદાવાદ જગન્નાથજીની 143મી રથયાત્રા મંદિર પરિસરની બહાર ન નીકળતા ભાવુક થયા દિલીપદાસજી મહારાજ, જુઓ વીડિયો...

સમગ્ર રાજ્યમાં કોરોના વાયરસ કહેર મચાવી રહ્યો છે જેના કારણે કેટલાય ધાર્મિક, સામાજિક તેમજ રાજકીય કાર્યક્રમોને અસર થઈ છે. ત્યારે વર્ષોથી ચાલી આવતી પરંપરા મુજબ દર વર્ષે અષાઢી બીજે ભગવાન જગન્નાથની રથયાત્રા નીકળતી હોય છે. દેશમાં સૌ પ્રથમ નંબરની રથયાત્રા ઓડિશાના જગન્નાથ પુરીમાં નીકળતી હોય છે ત્યારે દેશની બીજા નંબરની રથયાત્રા દર વર્ષે અમદાવાદમાં યોજવામાં આવે છે.

પરંતુ આ વખતે કોરોના મહામારીના કારણે સમગ્ર દેશમાં રથયાત્રા પર સુપ્રીમ કોર્ટ મનાઈ ફરમાઈ હતી ત્યારબાદ સુપ્રીમ કોર્ટ દ્વારા જગન્નાથ પુરીની રથયાત્રા માટે શરતી મંજૂરી આપવામાં આવી હતી, જેના કારણે ગુજરાતના લાખો ભાવિ ભક્તોમાં ક્યાંક ને ક્યાંક આશાનું કિરણ જાગ્યું હતું, તેમજ રાજ્યસરકારે પણ રથયાત્રા નીકળી શકે તેવી તૌયારીઓ દર્શાવી હતી પરંતુ ગુજરાત હાઈકોર્ટે અમદાવાદમાં નિકડનારી રથયાત્રા પર મનાઈ ફરમાવી હતી જેથી અમદાવાદમાં રથયાત્રા મંદિર પરિસરની બહાર નીકળી ન હતી. ત્યારે જગન્નાથ મંદિરના મહંત દિલીપદાસજી મહારાજે આજે  મીડિયા સમક્ષ પોતાની વેદના વ્યક્ત કરી હતી તેમજ ભાવુક થઈ ગયા હતા, સાથે જ જણાવ્યું હતું કે ખોટા વ્યક્તિઓ પર ભરોસો મુક્યો અને આડકતરી રીતે રાજ્ય સરકાર પર પ્રહાર કર્યા હતા.