જો અમદાવાદમાં જાહેરમાં માસ્ક ન પહેર્યું અને જાહેરમાં થૂંકયા તો થશે આકરી કાર્યવાહી, જાણીલો જોગવાઈ...
સમગ્ર રાજ્યમાં કોરોના વાયરસે અજગર ભરડો લીધો છે ત્યારે દિવસે ને દિવસે કેસોમાં સતત વધારો થઈ રહ્યો છે, નવા કેસોનો આંકડો સતત 800 ને પાર આવી રહ્યો છે, તેમજ સુરત કોરોના વાયરસનું નવું હોટસ્પોટ બનતું જોવા મળી રહ્યું છે.
કોરોના વાયરસના વધતા કેસોને લઈને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને મહત્વનો નિર્ણય કર્યો છે જેમાં જાહેરમાં માસ્ક નહીં પહેર્યું હોય તો અત્યાર સુધી 200 રૂપિયા દંડ ભરવો પડતો હતો જ્યારે હવે 200 ના બદલે 500 દંડ ભરવાની જોગવાઈ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કરવામાં આવી છે. તેમજ પાનના ગલ્લાની બહાર જો ગ્રાહક થૂંકસે તો દુકાન ધારકે 10,000 દંડ ભરવો પડશે.
ઉલ્લેખનીય છે કે અમદાવાદમાં જ્યારે કોરોના વાયરસના કેસોમાં ઘટાડો નોંધાઇ રહ્યો છે ત્યારે ફરીવાર કેસોમાં વધારો ના થાય તેને ધ્યાનમાં લઈને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો છે.