અમદાવાદમાં કોરોના સામે લડવા આગવી કોઠા સૂઝ ધરાવતા અધિકારી દિલીપ રાણાની ડે.મ્યુ.કમિશ્નરની ખાલી જગ્યા પર નિમણુક કરવામાં આવી.
દિલીપ રાણા રાજ્યના આદિજાતિ વિકાસ કમિશ્નરની કરવામાં આવી બદલી, કોરોના વાયરસના કહેરને કારણે કરવામાં આવી બદલી હાલ તેઓ આદિજાત કમિશ્નર તરીકે ફરજ બજાવતા હતા.
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન ખાતે ડે.મ્યુ.કમિશ્નરની ખાલી જગ્યા પર નિમણુક કરવામાં આવી છે જેનું મુખ્ય કારણ અમદાવાદમાં વધી રહેલ કોરોના સંક્રમણના કારણે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન વહીવટી તંત્ર ને વધારે મજબુત કરવા આવા બાહોસ અધિકારીની નિમણુક કરવામાં આવી છે. જેઓ ભૂતકાળમાં જુનાગઢ જિલ્લા વિકાસ અધિકારી તેમજ જુનાગઢ મ્યુ.કોર્પોરેશન ઇન્ચાર્જ કમિશ્નર તરીકે પણ કામ કરી ચુક્યા છે તેમજ પાલનપુર, અમરેલી અને આણંદ જિલ્લાઓમાં કલેકટર તરીકેની સફળ કામગીરી બજાવી ચૂકેલ છે.
આ ઉપરાંત તેઓ આદીજાતિ વિકાસના કમિશ્નર તરીકે રહી છેવાડાના માનવી સુધી સરકારની તમામ યોજનાઓને સફળતાપૂર્વક પહોંચાડી છે તેમજ બનાસકાંઠા જીલ્લામાં કુદરતી હોનારત સમયે ખુબજ સારી નિષ્ઠાપૂર્વક કામગીરી બજાવી બનાસકાંઠાને ફરીથી ધમધમતું કર્યું હતું. છેવાડાના તમામ માનવીના આરોગ્યની સતત ચિંતા કરી ખુબજ સારી કામગીરી બજાવેલ છે.
દિલીપ રાણા આ અગાઉ જે જગ્યા પર કામ કરી ચુક્યા છે ત્યાં તે પોતાની આગવી કોઠા સુઝથી કામ કરે છે અને લોકોના હૃદયમાં સ્થાન પામે છે. તેમના કામની વાત કરવામાં આવે તો આદિજાતિ વિકાસ કમિશ્નર તરીકે અમીરગઢ તાલુકાના અંતરીયાળ વિસ્તારોમાં UGVCL પાલનપુર દ્વારા અત્યારસુધીમાં કુટીર જ્યોત યોજનામાં 994 ઘરોમાં વિદ્યુત લાઈન તથા મીટર આપી તેમના પરિવારોમાં ઉજાસ ફેલાવી છે. આ ઉપરાંત તેમને અરવલ્લી જીલ્લાના પછાત વિસ્તારોમાં છેલ્લા 30 દિવસમાં ૭૦૦૦૦ લોકોને લાભ અપાવવાનો દ્રઢ નિશ્ચય કર્યો હતો. આ ઉપરાંત આણંદ જિલ્લા કલેકટર તરીકે તેમને જન વિકાસ ઝુંબેશ અંતર્ગત માત્ર 75 દિવસની અંદર ૧.15 લાખ ગરીબ પરિવારોને વિવિધ યોજનાકીય લાભો આપવાનો શ્રેય દિલીપ રાણાને જાય છે.
ઉલ્લેખનીય છે કે દિલીપ રાણા આગવી શૈલી અને કોઠા સુઝ ધરાવતા હોવાથી સરકાર દ્વારા હવે અમદાવાદ મ્યુ.કોર્પોરેશન ખાતે ડે.મ્યુ.કમિશ્નર તરીકે તેમની નિમણુક કરવામાં આવી છે. રાજ્યમાં કોરોના વાયરસના સૌથી વધારે કેસ અમદાવાદમાં નોંધવામાં આવ્યા છે ત્યારે આવા અધિકારીઓની નિમણુકથી અમદાવાદને ક્યાંકને ક્યાંક ચોક્કસથી ફાયદો મળી શકે છે.