અમદાવાદ મહાનગર પાલિકાનો મહત્વપૂર્ણ નિર્ણય, આવતીકાલે સવારે 6 વાગ્યાથી શહેરમાં માસ્ક પહેરવું ફરજીયાત...
સમગ્ર રાજ્યમાં કોરોના કાળો કહેર વર્તાઈ રહ્યો છે ત્યારે તંત્ર દ્વારા તેની સામે લડવામાં કોઈ કચાસ છોડવા માંગતું નથી, જેના ભાગરૂપે આજે અમદાવાદ મહાનગર મ્યુનીસીપલ કમિશ્નર વિજય નહેરા દ્વારા પત્રકાર પરિષદ યોજવામાં આવી હતી, જેમાં તેમના દ્વારા એક જાહેરનામું બહાર પાડવામાં આવ્યું હતું, શહેરમાં આવતીકાલથી માસ્ક પહેરવું ફરજીયાત કરવામાં આવ્યું છે.
મ્યુનિસિપલ કમિશ્નર વિજય નહેરાએ જણાવ્યું હતું કે, જે પણ વ્યક્તિ માસ્ક નહિ પહેરે તો 5000 દંડ અને દંડ નહિ ભરનાર વ્યક્તિ પર FIR નોંધાશે જેમાં ત્રણ વર્ષની સાદી સજાની જીગવાઈ છે. કોઈપણ વ્યકતિ માસ્ક હાથરૂપાલ કે પછી સાદું કપડું પેહરી શકશે.
આ ઉપરાંત મ્યુન્સિપલ કમિશનર વિજય નેહરાએ શહેરીજનોને અપીલ કરવામાં આવી કે લોકો જાતેજ માસ્ક પહેરે તેનાથી બીમારી થી બચી શકાશે તેમજ લોકોએ જાગરુત થવું પડશે નહીં તો મ્યુનિસિપલ ની ટિમો આવતીકાલે સવારે 6 વાગ્યા થી જાહેર સ્થળો પર કામે લાગી જશે, માસ્ક નહિ પહેરે તેન દંડ ભરવા તૈયાર રહેવું પડશે.
ઉલ્લેખનીય છે કે રાજ્યમાં દિવસે ને દિવસે કોરોના વાયરસના કેસોમાં વધારો થઇ રહ્યો છે જેમાં ખાસ કરીને સૌથી વધારે કેસો અમદાવાદમાં નોંધવામાં આવ્યા છે, ક્યાંક ને ક્યાંક તેને ધ્યાનમાં લઈને અમદાવાદમ મહાનગર પાલિકા દ્વારા આ મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે.