બધા ટ્રેન્ડીંગ ટ્રાવેલ મ્યુઝિક સ્પોર્ટ્સ ફેશન વાઈલ્ડ લાઈફ નેચર હેલ્થ ફૂડ ટેક્નોલોજી લાઈફ સ્ટાઈલ પીપલ બીઝનેસ ઓટોમોબાઈલ મેડિકલ મનોરંજન ઇતિહાસ રાજકારણ ઢોલીવૂડ World Aggregator ANI BBC

અમદાવાદમાં વધ્યો કોરોનાનો ખતરો, છેલ્લા 24 કલાકમાં અમદાવાદમાં વધુ 8 પોઝીટીવ કેસ નોંધવામાં આવ્યા, રાજ્યમાં કોરોના વાયરસના 82 પોઝીટીવ કેસ નોંધવામાં આવ્યા...

દેશ અને દુનિયાભરમાં કોરોનાનો કહેર યથાવત્ છે ત્યારે રાજ્યમાં પણ દિવસેને દિવસે કોરોના વાયરસના દર્દીઓની સંખ્યામાં વધારો થઇ રહ્યો છે. અમદાવાદ શહેરમાં છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના વધુ 8 કેસ સામે આવ્યા છે, જેથી અમદાવાદમાં કોરોના વાયરસના સૌથી વધારે 31 કેસ નોંધવામાં આવ્યા છે.

રાજ્યના આરોગ્ય વિભાગના અગ્ર સચિવ જયંતી રવિ દ્વારા આજે પત્રકાર પરિષદ કરીને જણાવવામાં આવ્યું હતું કે, છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં કોરોના વાયરસના કુલ 8 પોઝીટીવ કેસ નોંધવામાં આવ્યા છે અને આ તમામ કેસ અમદાવાદમાં નોંધવામાં આવ્યા છે. આ સાથે જ અમદાવાદમાં રાજ્યના સૌથી વધારે 31 પોઝીટીવ કેસ નોંધવામાં આવ્યા છે. અમદાવાદમાં કોરોના વાયરસના 31 પોઝીટીવ કેસ આવતાની સાથે જ  કેન્દ્ર સરકાર દ્વારા અમદાવાદને હોટસ્પોટ તરીકે જાહેર કરવામાં આવ્યું છે.

વધુમાં જયંતી રવીએ જણાવ્યું હતું કે, રાજ્યમાં અત્યાર સુધીમાં (01/04/2020 Till 11:08 Am) કોરોના વાયરસના કુલ 82 પોઝીટીવ કેસ નોંધવામાં આવ્યા છે. તેમજ કોરોનાના 82 પૈકી 31 કેસ સિવાયના તમામ કેસ આંતર રાજ્ય પ્રવાસ અથવા આંતરિક ચેપ લાગવાથી સામે આવ્યા છે. અત્યાર સુધીમાં રાજ્યભરમાં કોરોના વાયરસના કુલ 1586 ટેસ્ટ કરવામાં આવ્યા છે. તેમજ 19206 લોકોને હોમ કોરોન્ટાઈન કરવામાં આવ્યા છે. 

રાજ્યભરમાં કુલ 82 પોઝીટીવ કેસમાંથી અમદાવાદમાં 31, સુરત-રાજકોટમાં 10-10, ગાંધીનગરમાં 11, વડોદરામાં 9, ભાવનગરમાં 6, ગીર સોમનાથમાં 2 તેમજ કચ્છ, મહેસાણા અને પોરબંદરમાં 1-1 કેસ નોંધવામાં આવ્યા છે.\

જયારે રાજ્યમાં 6 લોકોના કોરોના વાયરસના કારણે મૃત્યુ થયા છે, જેમાં અમદાવાદના 3, ભાવનગરના 2 અને સુરતના 1 વ્યક્તિનું મૃત્યુ થયું છે, જયારે રાજ્યમાં અત્યારસુધીમાં 6 લોકો રીકવર થયા છે જેમાં, અમદાવાદના 3, સુરતના 2 અને વડોદરાના 1 વ્યક્તિ કોરોના વાયરસથી રીકવર થયા છે.