બધા ટ્રેન્ડીંગ ટ્રાવેલ મ્યુઝિક સ્પોર્ટ્સ ફેશન વાઈલ્ડ લાઈફ નેચર હેલ્થ ફૂડ ટેક્નોલોજી લાઈફ સ્ટાઈલ પીપલ બીઝનેસ ઓટોમોબાઈલ મેડિકલ મનોરંજન ઇતિહાસ રાજકારણ ઢોલીવૂડ World Aggregator ANI BBC

અમદાવાદમાં ઘરની બહાર નીકળ્યા તો ખેર નથી, BSF-RAF ની કંપનીઓ તૈનાત રહેશે...

સમગ્ર રાજ્યમાં કોરોના વાયરસના કેસો વધી રહ્યા છે ત્યારે રાજ્યના પોલીસ વડા શિવાનંદ ઝાએ આજે પ્રેસ કોન્ફરન્સને સંબોધીને જણાવ્યું કે, રેડ ઝોનમાં અને કન્ટેઈન્ટમેન્ટ વિસ્તારમાં સંક્રમણ વધે નહીં તે માટે અને તે વિસ્તારમાં સંક્રમણ બહારના વિસ્તારમાં ફેલાઈ નહીં તે પૂરતી ફોર્સ સાથે સુરક્ષા વ્યવસ્થા જાળવવામાં આવી રહી છે. અમદાવાદના કન્ટેઈમેન્ટ એરિયામાં સંક્રમણ વધ્યું હોવાથી સરકાર દ્વારા સુરક્ષા વધુ સઘન બનાવવા નિર્ણય કરવામાં આવ્યો છે.



કેન્દ્ર સરકાર તરફથી પેરા મિલિટરીની વધુ 7 કંપનીઓ ફાળવવામાં આવેલ છે. જેમાં 6 કંપની BSF અને એક કંપની CISFનો સમાવેશ થાય છે. જેમાંથી અમદાવાદના કન્ટેઈન્મેન્ટ એરિયા માટે બીએસએફની ચાર કંપનીઓ ફાળવવામાં આવેલ છે. અને સાથે જ RAFની એક કંપની પણ ફાળવવામાં આવી છે. અગાઉ 3 અને હાલની પાંચ કંપનીઓ મળી કુલ 8 કંપનીઓ કન્ટેઈમેન્ટ વિસ્તારની અભેદ્ય કિલ્લાબંધી કરવામાં આવશે. આમ અમદાવાદમાં એસઆરપી અને પેરામિલિટરીની મળીને કુલ 38 કંપનીઓ ફાળવવામાં આવી છે.



રાજ્યના અન્ય કન્ટેઈન્મેન્ટ વિસ્તારમાં પણ કંપનીઓ ફાળવવામાં આવશે. વડોદરામાં હાલ 2 કંપની પેરામિલિટરીની તહેનાત છે, સુરત શહેરમાં અગાઉ 3 કંપની ફાળવવામાં આવેલ હતી તે ઉપરાંત વધુ 3 કંપની પેરામિલિટરી ફાળવવામાં આવી રહી છે. આમ સુરતના કન્ટેઈન્મેન્ટ વિસ્તાર માટે કુલ 6 કંપની ફાળવવામાં આવશે.



આ ઉપરાંત ધાર્મિક આયોજનો અને મેળાવડા બંધ રાખવા માટે અપીલ કરવામાં આવી છે. ગઈકાલે અમદાવાદમાં ગુરુદ્વારામાં ભેગાં થયેલાં લોકો વિરુદ્ધ કેસ કરવામાં આવેલ છે.