બધા ટ્રેન્ડીંગ ટ્રાવેલ મ્યુઝિક સ્પોર્ટ્સ ફેશન વાઈલ્ડ લાઈફ નેચર હેલ્થ ફૂડ ટેક્નોલોજી લાઈફ સ્ટાઈલ પીપલ બીઝનેસ ઓટોમોબાઈલ મેડિકલ મનોરંજન ઇતિહાસ રાજકારણ ઢોલીવૂડ World ANI BBC Others

કોરોનાને કાબૂમાં લેવામાં નિષ્ફળ CM વિજય રૂપાણીનો હાઈકમાન્ડે બરોબરનો ઉધડો લીધો, હજી ધરખમ ફેરફારો થવાના એંધાણ...

કોરોના વાયરસને કાબૂમાં લેવામાં રુપાણી સરકારે કરેલી કામગીરીથી કેન્દ્ર સરકાર ખુશ નથી. એટલું જ નહીં, પરપ્રાંતિયોને તેમના વતન મોકલવા રાજ્ય સરકારે બનાવેલી નીતિથી નારાજ કેન્દ્રએ હવે દખલગીરી કરવાનું નક્કી કર્યું છે. રુપાણી અત્યાર સુધી જે રીતે કામ કરી રહ્યા હતા તેના પર બ્રેક મારી તેમના માનિતા અધિકારીઓને પણ સાઈડલાઈન કરી દેવાયા છે. દિલ્હીથી આવેલા આદેશ પ્રમાણે હવે ગુજરાત તેમજ અમદાવાદમાં સ્થિતિ કાબૂમાં લાવવા મોદીના વિશ્વાસુ અધિકારીઓને કામ સોંપાયું છે.



અહેવાલ અનુસાર, માત્ર વિજય રુપાણી જ નહીં પરંતુ તેમના પત્ની અંજલિ રુપાણી પણ વહીવટમાં દખલ દેતા હોવાથી કેન્દ્ર સરકાર વધુ નારાજ થઈ છે. સૂત્રોનું માનીએ તો, કેટલાક અધિકારીઓ અંજલિ રુપાણીના ખાસ હોવાથી તેઓ હેરાર્કીને અનુસરવાને બદલે તેમની સૂચનાથી સ્વતંત્ર રીતે કામ કરતા હતા. રુપાણી સરકારના અણધડ વહીવટને કારણે કોરોનાની સ્થિતિ કાબૂમાં લેવામાં તાલમેલનો સ્પષ્ટ અભાવ જોવા મળ્યો હતો.



જયંતિ રવિ પોતાના પતિની કંપનીની તરફેણ કરવાના આરોપો લાગતા વિવાદમાં આવ્યાં હતાં. જ્યારે વિજય નેહરા કોઈનું પણ સાંભળતા ના હોવાનો ગણગણાટ શરુ થયો હતો. અમિત શાહની નજીક ગણાતા ભાજપના એક વરિષ્ઠ નેતાના જણાવ્યા અનુસાર, વિજય નેહરાને કામ કરવા કરતા મીડિયામાં ચમકવામાં વધારે રસ હતો. તેઓ જાણે કોર્પોરેશનના પ્રવક્તા હોય તેમ સોશિયલ મીડિયા પર લાઈવ થવામાં અને ટ્વીટર પર વધારે સમય બગાડતા હતા.



સૂત્રોનું માનીએ તો રાતોરાત થયેલા આ મોટા ફેરફાર હજુ અટક્યા નથી. સુરતમાં સ્થિતિ કાબૂમાં લેવામાં નિષ્ફળ રહેલા કલેક્ટર ધવલ પટેલની પણ બદલીના ભણકારા વાગી રહ્યા છે. પ્રાપ્ત માહિતી અનુસાર, મોદીના વિશ્વાસુ કે કૈલાસનાથન અને ચીફ સેક્રેટરી અનિલ મુકીમને વહીવટી તંત્રમાં ફેરફાર કરવા માટે કહેવાયું હતું અને તેમણે ઉપરોક્ત સુચનાઓ આપી હતી.