કોરોના લોકડાઉન વચ્ચે એર ઇન્ડિયાએ 30 એપ્રિલ સુધી ટાળ્યા તમામ બુકિંગ...
સમગ્ર દેશભરમાં કોરોનાનો હાહાકાર યથાવત છે, જેને લઈને સરકાર દ્વારા 14 એપ્રિલ સુધીનું લોકડાઉન સમગ્ર દેશમાં જાહેર કરવામાં આવ્યું હતું. જેના કારણે દેશની તમામ પરિવહન સેવાઓને 14 એપ્રિલ સુધી બંધ કરી દેવામાં આવી છે.
લોકડાઉનને લઈને એર ઇન્ડિયાએ જણાવ્યું છે કે, તમામ ડોમેસ્ટિક અને આંતરાષ્ટ્રીય માર્ગો માટે બુકિંગ 30 એપ્રિલ સુધી બંધ રહેશે. 14 એપ્રિલ બાદની સ્થિતિ માટે લેવાનાર નિર્ણય સુધી રાહ જોવાશે. સમગ્ર દેશમાં 24 એપ્રિલે લગાવવામાં આવેલું 21 દિવસનું લોકડાઉન 14 એપ્રિલે રાત્રે ખતમ થવાનું છે.
Bookings now closed till 30th April from today for all domestic and international routes. We are awaiting a decision post 14th April: Air India pic.twitter.com/Cpdp5QcJOx
— ANI (@ANI) April 3, 2020
આ ઉપરાંત એર ઇન્ડિયાએ ગુરુવારે પોતાના લગભગ 200 અસ્થાયી કર્મચારીઓના કોન્ટ્રાકટ સસ્પેન્ડ કરી દીધા હતા. જેમાંથી અમુક પાયલોટનો પણ સમાવેશ થાય છે. સેવા નિવૃત બાદ આ કર્મચારીઓને ફરીથી નિયુક્ત કરવામાં આવ્યા હતા.