બધા ટ્રેન્ડીંગ ટ્રાવેલ મ્યુઝિક સ્પોર્ટ્સ ફેશન વાઈલ્ડ લાઈફ નેચર હેલ્થ ફૂડ ટેક્નોલોજી લાઈફ સ્ટાઈલ પીપલ બીઝનેસ ઓટોમોબાઈલ મેડિકલ મનોરંજન ઇતિહાસ રાજકારણ ઢોલીવૂડ World ANI BBC Others

PM CARES ફંડમાં 25 કરોડ આપ્યા બાદ અક્ષય કુમારે BMC માં વધુ 3 કરોડ રૂપિયાનું દાન કર્યું...

સમગ્ર દેશમાં કોરોના વાયરસે હાહાકાર મચાવી દીધો છે ત્યારે અનેક સામાજિક સંસ્થાઓના વડા દાન કરવા માટે આગળ આવ્યા છે. સામાજિક સંસ્થાની સાથે સાથે અનેક એક્ટરો તેમજ બિઝનેસમેનો પણ કોરોના સામે લડવા માટે દેશમાં દાન કરી રહ્યા છે. ત્યારે અક્ષય કુમારે બૃહદ મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશનના વર્કર્સની મદદમાં BMC ને 3 કરોડ રૂપિયાનું દાન આપ્યું છે. આ પૈસા માસ્ક, ટેસ્ટીંગ કીટ્સ, તથા PPE પાછળ ખર્ચ કરવામાં આવશે.

ઉલ્લેખનીય છે કે આ પહેલા અક્ષય કુમારે PM CARES ફંડમાં 25 કરોડ રૂપિયા આપ્યા હતા. અન્ય દેશોની જેમ ભારતમાં PPE કીટ પુરતી ન હોવાની વાત જયારે અક્ષય કુમારના ધ્યાનમાં આવી તો તેમને તરત જ આર્થિક મદદ કરવાનો નિર્ણય લીધો હતો. BMC ના જોઈન્ટ મ્યુનિસિપલ કોર્પોરેશન કમિશ્નરએ અખબારી યાદીમાં જણાવ્યું હતું કે, થોડા દિવસ પહેલા અક્ષય કુમારે કમિશનરનો સંપર્ક કર્યો હતો અને દાન અંગે વાત કરી હતી.

અક્ષયકુમારે હાલમાં જ દિલ સે થેંક્યું કેમ્પેઈન શરુ કર્યું હતું, આ કેમ્પેઈન હેઠળ અક્ષય કુમાર પોલીસ, વર્કર્સ, ડોક્ટર્સ, નર્સ, સ્વયં સેવક, સરકારી ઓફિસર્સ નો આભાર માન્યો હતો. તેમજ અન્ય લોકોને પણ આમ કરવા અપીલ કરી હતી.