બધા ટ્રેન્ડીંગ ટ્રાવેલ મ્યુઝિક સ્પોર્ટ્સ ફેશન વાઈલ્ડ લાઈફ નેચર હેલ્થ ફૂડ ટેક્નોલોજી લાઈફ સ્ટાઈલ પીપલ બીઝનેસ ઓટોમોબાઈલ મેડિકલ મનોરંજન ઇતિહાસ રાજકારણ ઢોલીવૂડ World Aggregator ANI BBC

કોરોના વાયરસના રોગચાળાને કારણે અમરનાથ યાત્રા 2020 રદ કરવામાં આવી...

સમાચાર એજન્સી એએનઆઈએ અહેવાલ આપ્યો છે કે, જમ્મુ-કાશ્મીર વહીવટી તંત્રએ બુધવારના રોજ કોરોના વાયરસના રોગચાળાને કારણે અમરનાથ યાત્રા 2020 રદ કરી દીધી છે.


શ્રી અમરનાથજી શ્રાઈન બોર્ડ (એસએએસબી) ના અધ્યક્ષ, લેફ્ટનન્ટ ગવર્નર ગિરીશચંદ્ર મુર્મુએ બુધવારે રાજભવન ખાતેની એક બેઠકની અધ્યક્ષતામાં નિર્ણય લીધા બાદ જણાવ્યું હતું કે કાશ્મીર ખીણમાં 77 રેડ ઝોન / હોટસ્પોટ્સ છે અને ત્યાંથી જ અમરનાથ યાત્રા માર્ગ પસાર થાય છે. તેમજ તેમને જણાવ્યું હતું કે, રોગચાળા વચ્ચે લંગરોની સ્થાપના, શિબિર મથકો, તબીબી સુવિધા, બરફ મજૂરી શક્ય નથી.




આ ઉપરાંત તેમણે વધુમાં ઉમેર્યું હતું કે ભારત સરકારે દેશવ્યાપી લોકડાઉન 3 મે સુધી લંબાવી દીધું છે અને તે કઇ દિશા તરફ દોરી જશે તે જાણવું અવિશ્વસનીય છે. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે યાત્રાળુઓની સલામતી એ અમારું મહત્વ છે.


COVID 19 ને ધ્યાનમાં રાખીને બોર્ડે સર્વસંમતિથી નિર્ણય લીધો કે દેશમાં પ્રવર્તમાન પરિસ્થિતિને જોતા અમરનાથની 2020 ની યાત્રા કરવી યોગ્ય નથી. તેમજ અમરનાથજી શ્રાઈન બોર્ડ દ્વારા પણ નિર્ણય કરવામાં આવ્યો હતો કે પ્રથમ અને છેલ્લી પૂજા પરંપરાગત ઉત્સાહથી કરવામાં આવશે.




આ ઉપરાંત અમરનાથજી શ્રાઈન બોર્ડ દેશ અને વિશ્વભરના તેના લાખો ભક્તો માટે ઓનલાઇન અને અન્ય માધ્યમો દ્વારા શિવલિંગની પૂજા અને દર્શન પ્રસારિત કરવાની સંભાવનાની શોધ કરશે. બોર્ડે વ્યક્ત કર્યું હતું કે અમરનાથ યાત્રાનું આયોજન ન કરીને દેશમાં પ્રવર્તમાન પરિસ્થિતિઓનું ઉદાહરણ બેસાડશે.


કેન્દ્રીય આરોગ્ય મંત્રાલય દ્વારા તાજેતરના આંકડા મુજબ જમ્મુ-કાશ્મીરમાં કોવિડ -19 ના 380 કેસ નોંધાયા છે, જેમાં 5 મૃત્યુ અને 81 રીકવર થયા છે. ઉલ્લેખનીય છે કે અમરનાથ યાત્રા 23 જૂનથી ઓગસ્ટ સુધી નક્કી કરવામાં આવી હતી.