અમરનાથ યાત્રા 23 જુનથી થશે શરૂ, આ પહેલા અમરનાથ યાત્રાને રદ કરવામાં આવી હતી...
સમગ્ર દેશમાં કોરોના વાયરસને લઈને અમરનાથ યાત્રા પર સંકટના વાદળો ઘેરાઈ રહ્યા હતા અને ત્યારબાદ અમરનાથ યાત્રાને રદ કરતુ જાહેરનામું બહાર પાડવામાં આવ્યું હતું. ત્યારબાદ હવે એ જાહેરનામું પાછું ખેચવામાં આવ્યું છે.
દેશમાં હવે 23 જૂનથી શરૂ થઈ શકે છે અમરનાથ યાત્રા. અમરનાથ યાત્રા પર કોરોના વાયરસનું સંકટ હાલ નથી દેખાઈ રહ્યું, પરંતુ સ્થિતિ જે હશે તેના આધારિત નિર્ણય લેવામાં આવશે જોકે અનારનાથ યાત્રા હાલ રદ નહીં થાય 23 જૂનથી આ યાત્રા શરૂ કરવામાં આવી શકે છે આ પહેલા અમરનાથ યાત્રાને રદ કરતું જાહેરનામું બહાર પાડવામાં આવ્યું હતું પરંતુ તે પરિપત્ર થોડા જ સમય બાદ પાછો લાઇ લેવામાં આવ્યો છે અને સ્થિતિને જોયા બાદ અમરનાથ યાત્રાનો નિર્ણય લેવામાં આવશે તેવું જણાવવામાં આવ્યું છે.
શ્રી અમરનાથજી શ્રાઈન બોર્ડ (એસએએસબી) ના અધ્યક્ષ, લેફ્ટનન્ટ ગવર્નર ગિરીશચંદ્ર મુર્મુએ બુધવારે રાજભવન ખાતેની એક બેઠકની અધ્યક્ષતામાં નિર્ણય લીધા બાદ જણાવ્યું હતું કે કાશ્મીર ખીણમાં 77 રેડ ઝોન / હોટસ્પોટ્સ છે અને ત્યાંથી જ અમરનાથ યાત્રા માર્ગ પસાર થાય છે. તેમજ તેમને જણાવ્યું હતું કે, રોગચાળા વચ્ચે લંગરોની સ્થાપના, શિબિર મથકો, તબીબી સુવિધા, બરફ મજૂરી શક્ય નથી. પરંતુ હવે આ જાહેરનામું પાછું ખેંચવામાં આવ્યું છે જેને લઈને અમરનાથ યાત્રા 23 જુનથી થઇ શકે છે શરુ, છતાં પણ દેશમાં કોરોના વાયરસની સ્થિતિને ધ્યાનમાં લઈને નિર્ણય લેવામાં આવશે.