બધા ટ્રેન્ડીંગ ટ્રાવેલ મ્યુઝિક સ્પોર્ટ્સ ફેશન વાઈલ્ડ લાઈફ નેચર હેલ્થ ફૂડ ટેક્નોલોજી લાઈફ સ્ટાઈલ પીપલ બીઝનેસ ઓટોમોબાઈલ મેડિકલ મનોરંજન ઇતિહાસ રાજકારણ ઢોલીવૂડ World ANI BBC Others

દેશની પરિસ્થિતિ સામાન્ય થાય ત્યાં સુધી રામ મંદિર નિર્માણમાં કોરોનાનું વિઘ્ન...

સમગ્ર દેશમાં કોરોના વાયરસનો કહેર દિવસે ને દિવસે વધતો જય છે ત્યારે રામ મંદિરના નિર્માણ પર પણ કોરોના વાયરસનું વિઘ્ન નડ્યું છે. પહેલા રામ મંદિર માટે 30 એપ્રિલના રોજ ભૂમિ પૂજનની યોજના બનાવવામાં આવી હતી. જેના માટે રામ જન્મભૂમી ટ્રસ્ટના મહાસચિવ ચંપત રાયે દેશના પસંદગીના સંતો અને સંગઠનોના પદાધિકારીઓને આ સંબંધમાં સલાહ લીધી હતી અને ત્યારબાદ આ નિર્ણય લેવામાં આવ્યો હતો. પરંતુ હવે તમામ લોકોનું માનવું છે કે દેશમાં કોરોના સંકટમાં કારણે પરિસ્થિતિ ઠીક નથી. આ વાતની જાણકારી રોયે પોતે આપી છે.

"હિન્દુસ્તાનના" અહેવાલ મુજબ નિર્ણય લેવામાં આવ્યો છે કે દેશની પરિસ્થિતિ સામાન્ય થાય ત્યાં સુધી મંદિર નિર્માણ માટે ભૂમિ પૂજન નહિ કરવામાં આવે. કોરોનાનું સંકટ આવતા પહેલા રામ જન્મભૂમી પર બિરાજમાન રામલલ્લાને પરિસરમાં નિયત સ્થળે પ્રતિષ્ઠિત કર્યા બાદ મંદિરના નિર્માણનું કામ શરુ કરવાની યોજના બનાવવામાં આવી હતી. આ સમગ્ર યોજના હેઠળ ચૈત્રી નવરાત્રીના પહેલા દિવસે નવા ભવનમાં પ્રતિષ્ઠિત કરવા અને વૈશાખ નવરાત્રીના સાતમે 30 એપ્રિલે ભૂમિ પૂજનની સાથે જ નિર્માણ કાર્ય શરુ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો.

ઉલ્લેખનીય છે કે ઉત્તરપ્રદેશમાં કોરોના વાયરસના કેસોમાં સતત વધારો થતો જોવા મળી રહ્યો છે, અને સંક્રમણ ધીમે ધીમે પ્રસરી રહ્યું છે જેને લઈને આ મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે.