બધા ટ્રેન્ડીંગ ટ્રાવેલ મ્યુઝિક સ્પોર્ટ્સ ફેશન વાઈલ્ડ લાઈફ નેચર હેલ્થ ફૂડ ટેક્નોલોજી લાઈફ સ્ટાઈલ પીપલ બીઝનેસ ઓટોમોબાઈલ મેડિકલ મનોરંજન ઇતિહાસ રાજકારણ ઢોલીવૂડ World ANI BBC Others

કોરોના હોસ્ટેલમાં એકલાં બાળકો નથી સુરક્ષિત, ભાવનગરમાં બાળક સાથે કરવામાં આવ્યું એવું કે....

હાલ સમગ્ર રાજ્ય કોરોનાની મહામારી સામે ઝઝૂમી રહ્યું છે. તેવામાં કોરોનાગ્રસ્ત વ્યક્તિઓ અને બાળકો માટે સરકાર દ્વારા કોવિડ હોસ્ટેલનું નિર્માણ કરવામાં આવ્યું છે. અને આ હોસ્ટેલોમાં બાળકોને એકલાં રાખવામાં આવે છે. પણ ભાવનગરમાં એક એવો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે કે જેમાં સમરસ હોસ્ટેલમાં બાળકોની સુરક્ષાને લઈને સવાલો ઉઠ્યા છે. ભાવનગરની સમરસ હોસ્ટેલમાં ડોક્ટરનાં વેશમાં આવેલાં એક શખ્સે 14 વર્ષનાં બાળક સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કરવાનો પ્રયાસ કરતાં ખળભળાટ મચી ગયો છે. આ મામલે પોલીસ ફરિયાદ થતાં પોલીસે પણ તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.


ઘટનાની વિગતમાં વાત કરીએ તો, ભાવનગરમાં ગર્લ્સ સમરસ હોસ્ટેલના એક રૂમમાં ગત તા.4 જુલાઇના રોજ એક કોરોના પોઝિટિવ સગીર કિશોર સાથે સૃષ્ટિ વિરુદ્ધના કૃત્યનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. મહિલા અને તેનો બાળક સુરતથી ભાવનગર આવ્યા હતા. જે બાદ તેઓનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતાં તેઓને સર.ટી.હોસ્પિટલના કેન્સર વિભાગમાં કાર્યરત કોવિડ હોસ્પિટલમાં સારવાર હેઠળ રાખવામાં આવ્યા હતા. જો કે, 14 વર્ષનાં પુત્રને 70% જેટલી રિકવરી આવતા તેને ત્યાં થી ખસેડી ગર્લ્સ સમરસ હોસ્ટેલના એક રૂમમાં રાખવામાં આવ્યો હતો. બાળક રૂમમાં એકલો જ હતો, તે સમયે ડોક્ટરનાં વેશમાં અને માસ્ક પહેરીને આવેલાં એક શખ્સે સારવાર કરવાના નામે બાળક સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચરવાની કોશિશ કરી હતી. અને શખ્સે બાળકને ધમકાવી અને આ બાબતે કોઈને પણ ન કહેવા કહ્યું હતું.


પણ આ બાબતે બાળકે માતાને સમગ્ર હકીકત જણાવી દીધી હતી. માતાએ આ મામલે પોલીસ કંટ્રોલમાં બે દિવસ સુધી ફોન કર્યો હતો. પણ કોઈએ ફોન ન ઉપાડતાં માતાએ વકીલ મારફતે પોલીસ માં ફરિયાદ દાખલ કરી હતી. તો આ મામલે પોલીસની કામગીરી પર સવાલ પણ ઉઠી રહ્યા છે. આટલી ગંભીર ઘટનામાં પોલીસનો ફોન ન લાગવો અને ફરિયાદ માટે વકીલની મદદ લેવી પડી. આ અંગે બાળકની માતાએ આરોગ્ય મંત્રી, મુખ્ય મંત્રી સહિતના લોકો પાસે આ બનાવ અંગે ન્યાયની માંગ કરી છે.