બધા ટ્રેન્ડીંગ ટ્રાવેલ મ્યુઝિક સ્પોર્ટ્સ ફેશન વાઈલ્ડ લાઈફ નેચર હેલ્થ ફૂડ ટેક્નોલોજી લાઈફ સ્ટાઈલ પીપલ બીઝનેસ ઓટોમોબાઈલ મેડિકલ મનોરંજન ઇતિહાસ રાજકારણ ઢોલીવૂડ World ANI BBC Others

રાજ્યમાં કોરોના કેર યથાવત, સતત બીજા દિવસે સુરતથી અમદાવાદમાં કોરોના કેસ વધુ

રાજ્યમાં કોરોનાનો કહેર: નવા 1405 પોઝિટિવ કેસ : વધુ 12 લોકોના મોત : કુલ કેસનો આંક 1,34,623 થયો : વધુ 1336 દર્દીઓ ડિસ્ચાર્જ થતા કુલ 1,14,476 લોકોએ કોરોનાને હરાવ્યોઅમદાવાદ કોર્પોરેશનમાં 180, સુરત કોર્પોરેશનમાં 176, સુરતમાં 126, રાજકોટ કોર્પોરેશનમાં 106, વડોદરા કોર્પોરેશનમાં 102, જામનગર કોર્પોરેશનમાં 73, મહેસાણામાં 43, રાજકોટમાં 42, વડોદરામાં 39, કચ્છમાં 37, બનાસકાંઠામાં 35, અમદાવાદમાં 30, ભરૂચ અને સુરેન્દ્રનગરમાં 29-29, અમરેલી અને મહિસાગરમાં 27-27, પાટણમાં 26, ગાંધીનગર-જામનગર-પંચમહાલમાં 22-22 કેસ નોંધાયા.


રાજ્ય સરકારના તંત્ર અને શહેરી તંત્રના આંકડામાં તફાવત યથાવત, રાજ્યમાં કોરોનાએ  કહેર વર્તાવ્યો. પોઝિટિવ કેસની સંખ્યામાં વધારો થઇ રહયો છે ત્યારે આજે  નવા 1404 પોઝીટીવ કેસ નોંધાયા હતા. આ સાથે કોરોનાના કુલ કેસની સંખ્યા 1,34,623 થઇ છે  આજે વધુ  1326 દર્દીઓ સાજા થતા અત્યાર સુધીમાં કુલ 1,14,476 દર્દીઓ સાજા થયા છે.રાજ્યમાં આજે વધુ 12 લોકોના મોત થયા છે રાજ્યમાં કુલ મૃત્યુઆંક 3431 થયો છે


રાજ્યમાં આજે કુલ 1336 દર્દી સાજા થયા હતા અને 61,316 ટેસ્ટ કરવામાં આવ્યા હતા. આ સાથે  રાજ્યમાં અત્યાર સુધીમાં 42,93,724 ટેસ્ટ કરવામાં આવ્યા છે. રાજ્યમાં સાજા થવાનો દર 85.03 ટકા છે.રાજ્યના જુદા જુદા જિલ્લાઓમાં આજની તારીખે 5,98,673 વ્યક્તિઓને ક્વોરેન્ટાઈન કરવામાં આવ્યા છે, જે પૈકી 5,98,166 વ્યક્તિઓ હોમ ક્વોરેન્ટાઈન છે અને 507 વ્યક્તિઓને ફેસીલીટી ક્વોરેન્ટાઈનમાં રાખવામાં આવ્યા છે