પાછલા 24 કલાકમાં 1344 નવા પોઝિટિવ કેસ, 16 દર્દીઓનાં મોત ,1240 દર્દીઓ ડિસ્ચાર્જ...
ગુજરાતમાં કોરોના જાણે સોળે કળાએ ખીલ્યો હોય તેવી રીતે કોરોના સંક્રમણનાં આંકડા કુદકેને ભૂસકે વધતા જ જોવામાં આવી રહ્યા છે. પોતાની અવિરત તીવ્રતાથી આગળ વધી રહ્યો હોય તેમ આજે પણ ગુજરાતમાં પાછલા 24 કલાકમાં નવા 1344 પોઝિટિવ કેસ નોંધાયા છે. કોરોનાનાં કારણે મરણજનાર દર્દીઓની સંખ્યા આજે રાજ્યભરમાં 16 નોંધવામાં આવે છે. જ્યારે કાળમુખા કોરોનાને 1240 દર્દીઓએ માત આપી છે અને તમામ દર્દીઓ હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે.
આજે સામે આવેલા 1344પોઝિટિવની સ્થળ સ્થિતિ
પાછલા 24 કલાકમાં ગુજરાતમાં નોંધવામાં આવેલા 1344 પોઝિટિવ કેસની વિગતો જોવામાં આવે તો સુરત કોપોરેશન ૧૭૪, અમદાવાદ કોપોરેશન ૧૫૩, સુરત ૧૦૧, રાજકોટ કોપોરેશન ૯૯, જામનગર કોપોરેશન ૯૮, વડોદરા કોપોરેશન ૯૩, રાજકોટ ૫૧, વડોદરા ૩૯, પાટણ ૩૦, મોરબી-પંચમહાલ ૨૯, ભાવનગર કોપોરેશન ૨૮, અમરેલી ૨૬, ભરૂચ-કચ્છ ૨૫, મહેસાણા ૨૪, ગાંધીનગર- સુરેન્દ્રનગર ૨૨, અમદાવાદ ૨૧, દાહોદ ૨૦, બનાસકાંઠા-જુનાગઢ કોપોરેશન ૧૯, ગાંધીનગર કોપોરેશન-જામનગર ૧૮, ભાવનગર ૧૭, આણંદ-જુનાગઢ-મહીસાગર ૧૬, ગીર સોમનાથ-સાબરકાંઠા ૧૩, નમાદા ૧૦, ખેડા- તાપી ૯, બોટાદ-છોટા ઉદેપુર-નવસારી ૮, અરવલ્લી ૬, દેવભૂમી દ્વારકા ૫, વલસાડ ૪, પોરબંદર ૨ અને ડાંગ ૧ કુલ મળી ૧૩૪૪ કેસ નોંધવામાં આવ્યા છે
આજે સામે આવેલા 16દર્દીઓનાં મોત મામલે સ્થળ સ્થિતિ
અમદાવાદ કોપોરેશનમાં 3, સુરત કોપોરેશનમાં 3, સુરતમાં 2, ભાવનગરમાં 2, રાજકોટ કોપોરેશનમાં 1, રાજકોટમાં 1, ગાંધીનગરમાં 1,બનાસકાંઠામાં 1, વડોદરામાં 1, અને વડોદરા કોપોરેશનમાં 1 દર્દી મળીને પાછલા 24 કલાકમાં કુલ 16 દર્દીનાં મોત નીપજ્યા છે.
આજે રાજ્યમાં કરવામાં આવેલા કોરોના ટેસ્ટ/કોરેન્ટાઇનની વિગતો
આજે રાજ્યમાાં કુલ 71668 ટેસ્ટ કરવામા આવ્યા, જે રાજ્યની વસ્તીને ધ્યાને લેતા પ્રતિદિન 1102.58 ટેસ્ટ પ્રતિ મિલયન જટેલા થવા પામે છે. રાજ્યનાં જીલ્લાઓમા આજની તારીખે કુલ 741223 વ્યક્તિઓને કોરેન્ટાઈન કરવામાં આવ્યા છે, જે પૈકી 740769 વ્યક્તિઓ હોમ કોરેન્ટાઈન છે અને 460 વ્યક્તિઓને ફેસીલીટી કોરેન્ટાઈનમાં રાખવામાં આવ્યા છે.
ગુજરાતનો અત્યાર સુધીનો કોરોના સંદર્ભ
- રાજ્યમાં કુલ કેસ : 110971
- રાજ્યમાં કુલ મોત : 3183
- રાજ્યમાં કુલ સ્વસ્થ/ડિસચાર્જ : 91470
- રાજ્યમાં કુલ એક્ટિવ કેસ : 16918
- રાજ્યમાં કુલ ટેસ્ટ : 3145202
- રાજ્યમાં કુલ કોરેન્ટાઇન વ્યક્તિ : 741223