બધા ટ્રેન્ડીંગ ટ્રાવેલ મ્યુઝિક સ્પોર્ટ્સ ફેશન વાઈલ્ડ લાઈફ નેચર હેલ્થ ફૂડ ટેક્નોલોજી લાઈફ સ્ટાઈલ પીપલ બીઝનેસ ઓટોમોબાઈલ મેડિકલ મનોરંજન ઇતિહાસ રાજકારણ ઢોલીવૂડ World Aggregator ANI BBC

દેશભરમાં કોરોના વાયરસના કેસમાં ઘટાડો તેમ છતાં કેરળના કેસોએ સરકારની ચિંતામાં કર્યો વધારો

દેશભરમાં કોરોના વાયરસના નવા કેસમાં ઘટાડો થવાની સાથે કેરળથી ચિંતાજનક સમાચાર સામે આવ્યા છે. જ્યારે કેંદ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા કહેવામાં આવ્યું છે કે, છેલ્લા 24 કલાકમાં કોવિડ-19ના કેસોમાંથી 58.4 ટકા કેસ કેરળમાંથી નોંધાયા છે. તેમને વધુમાં જણાવ્યું છે કે, કેરળ એકમાત્ર એવું રાજ્ય છે ત્યાં કોરોના વાયરસના સારવાર લઈ રહેલા દર્દીઓની સંખ્યામાં એક લાખથી વધુ પહોંચી ગઈ  છે. તેની સાથે ચાર રાજ્યો મહારાષ્ટ્ર, કર્ણાટક, તામલિનાડુ અને આંધ્ર પ્રદેશમાં સારવાર કરાવી રહેલા દર્દીઓની સંખ્યા દશ હજારથી એક લાખ સુધી પહોંચી ગઈ છે. જ્યારે દેશના 41 જિલ્લામાં સાપ્તાહિત દર ૧૦ ટકાથી વધુ પહોંચી ગયો છે. 

તેની સાથે કેંદ્રીય સ્વાસ્થ્ય સચિવ રાજેશ ભૂષણે જણાવ્યું છે કે, ‘‘ દેશમાં કોવિડ-19 ની બીજી લહેર હજુ પણ યથાવત જોવા મળી રહી છે. બીજી લહેર હજુ સમાપ્ત થઈ નથી અને એટલે જ આપણે તમામ પ્રકારની તકેદારી રાખવી જરૂરી છે, જ્યારે આવનારા તહેવારો બાદ સંક્રમણના કેસમાં વધારો ન થાય તેને જોતા તકેદારી રાખવી જરૂરી છે. સપ્ટેમ્બર અને ઓક્ટોબરના મહિનો આપણા માટે મહત્વપૂર્ણ રહેશે કેમકે આપણે નવા તહેવારની ઉજવણી કરવા માટે જઈ રહ્યા છીએ. આ દરમિયાન કોરોના ગાઈડલાઈનનું પાલન તહેવારોની ઉજવણી કરવું જરૂરી છે. 

જ્યારે છેલ્લા 24 કલાકમાં દેશમાં વેક્સીનના 80 ટકા ડોઝ અપાયા છે. જ્યારે આજ દિવસ સુધી 47 લાખથી વધુ ડોઝ અપાયા છે. તેની સાથે અત્યાર સુધીમાં 46.69 કરોડ લોકોને દેશભરમાં કોવિડ વેક્સીનનો પ્રથમ ડોઝ આપવામાં આવ્યો છે તેમાંથી 13.70 કરોડ લોકોને બીજો ડોઝ આપી દેવામાં આવ્યો છે.