બધા ટ્રેન્ડીંગ ટ્રાવેલ મ્યુઝિક સ્પોર્ટ્સ ફેશન વાઈલ્ડ લાઈફ નેચર હેલ્થ ફૂડ ટેક્નોલોજી લાઈફ સ્ટાઈલ પીપલ બીઝનેસ ઓટોમોબાઈલ મેડિકલ મનોરંજન ઇતિહાસ રાજકારણ ઢોલીવૂડ World Aggregator ANI BBC

બસ સરકાર હવે થાકી ગઈ? કોરોનાના દર્દી હવે ઘરે રહી સારવાર લઈ શકે તેવી સરકારની માર્ગદર્શિકા.

સમગ્ર દેશમાં કોરોના વાયરસના કેસોમાં સતત વધારો થઇ રહ્યો છે જેને લઈને કેટલાક નિર્ણયોમાં સરકારની છતી જોવામાં આવે છે. આજે PM મોદીએ તમામ દેશના મુખ્યમંત્રીઓ સાથે વિડીયો કોન્ફરન્સના માધ્યમથી વાત કરી હતી ત્યાર બાદ કેન્દ્ર સરકારના આરોગ્ય વિભાગ દ્વારા કોરોનાના દર્દીઓને લઈને અનોખી માર્ગદર્શિકા બહાર પાડવામાં આવી છે.

જેમાં જણાવ્યા અનુસાર, જેને કોરોના વાયરસના વધારે લક્ષણો ના હોય તેવા દર્દીઓ અથવા તો સારી રોગપ્રતિકારક શક્તિ ધરાવતા હોય અથવા તો હાલત કફોડી ના હોય તેવા દર્દીઓ ઘરમાં રહી પોતાની સારવાર લઈ શકશે આ પ્રકારનું જાહેરનામું કેન્દ્ર સરકારના આરોગ્ય વિભાગ દ્વારા બહાર પાડવામાં આવ્યું છે,



જેમાં કોરોનાના દર્દીએ ઘરે રહી સારવાર લેવા અંગેનું સંમતી પત્રક આપવું પડશે.. ભારત જેવા દેશમાં આ પ્રકારે ગંભીર ચેપ વાળા રોગમાં ઘરે રહી સારવાર આપવાની માર્ગદર્શિકા નિષ્ણાતોના મતે યોગ્ય જણાતી નથી.



અત્રે ઉલ્લેખનીય છે કે ગુજરાત સરકારે પોતાની પાસે અંદાજીત 10,000 કરતા વધારે બેડની સુવિધા ઉપલબ્ધ છે જેવી અવાર નવાર જાહેરાતો કરતી આવી છે તેમજ હજારોની સંખ્યામાં પથારી ધરાવતા કોવિડ સેન્ટરો પણ તૈયાર છે ત્યારે આ પ્રકારની માર્ગદર્શિકાથી દર્દીઓ અવઢવમાં મુકાવવાના છે તેમજ સામાન્ય જનની નજરે સરકાર ટીકા પાત્ર બને છે. કારણકે હજારો બેડના આંકડા આપી જાહેરાતો થયા બાદ ભારત સરકારની આ નવી માર્ગદર્શિકા યોગ્ય નથી. જેનો અર્થ એવો થયો કે ગુજરાતમાં 3500 કેસ અને ભારતમાં 28,000 કેસમાં કેન્દ્ર અને રાજ્ય સરકાર હાંફી ગઈ હોય તેવું લાગે છે..

આમ કરી કલ્યાણ રાજ્યની આ સરકાર લોકશાહીમાં પ્રજાને રામ ભરોસે છોડવા માંગે છે. લોકમુખે એ પણ વાત ચર્ચાય છે કે, પી.એમ કેર ફંડ અને સી.એમ કેર ફંડ બંનેમાં હજારો કરોડ રૂપિયાના દાન જમા થયા છે ત્યારે પ્રજાને ભગવાન ભરોસે છોડવી બરાબર નથી. આ ઉપરાંત ગુજરાતમાં તો હજારો સ્વૈચ્છિક સંસ્થાઓએ નાના મોટા સેવા યજ્ઞો પણ છેલ્લા 1 મહિના કરતા વધારે સમયથી ચલાવી રહ્યા છે, ત્યારે કમસે કમ ગુજરાત સરકારે તો આવી માર્ગદર્શિકાઓ મુજબ કોરોનાના દર્દીને ઘેર બેઠા સારવાર આપવામાં જે તુક્કો બહાર પડ્યો છે તેના અમલથી દુર રહેવું જોઈએ.