બધા ટ્રેન્ડીંગ ટ્રાવેલ મ્યુઝિક સ્પોર્ટ્સ ફેશન વાઈલ્ડ લાઈફ નેચર હેલ્થ ફૂડ ટેક્નોલોજી લાઈફ સ્ટાઈલ પીપલ બીઝનેસ ઓટોમોબાઈલ મેડિકલ મનોરંજન ઇતિહાસ રાજકારણ ઢોલીવૂડ World Aggregator ANI BBC

ગંગોત્રી-યમુનોત્રી ધામના કપાટ ખુલ્યાં, હવે બદ્રીનાથ અને કેદારનાથ ધામના કપાટ ખુલવામાં આવશે...

સમગ્ર દેશમાં કોરોનાના કહેરને લઇને એક તરફ લોકડાઉન ચાલી રહ્યું છે ત્યારે બીજી તરફ અક્ષય તૃતીયાના શુભ અવસરે ઉત્તરાખંડના ચારધામમાંથી બે પ્રમુખ ગંગોત્રી અને યમુનોત્રીના કપાટ ખુલી ગયા છે. આ શુભ મુહૂર્તમાં ગંગોત્રી ધામના કપાટ ખુલવાની સાથે જ યાત્રાની શરૂઆત થઇ ગઇ છે. રવિવારે બપોરે 12.35 વાગ્યે ગંગોત્રી ધામના કપાટ સંપૂર્ણ શાસ્ત્રોક્ત વિધાન અને પરંપરા સાથે ખોલવામાં આવ્યાં.

થોડીવાર બાદ લગભગ 12.40 વાગ્યે યમુનોત્રી ધામના કપાટ ખોલવામાં આવ્યાં હતાં. કોરોનાવાઇરસના કારણે આ વર્ષે યાત્રામાં પહેલાં જેવી ભીડ અને ઉત્સાહ જોવા મળ્યો નથી. માત્ર મુખ્ય પંડિતો, મંદિર સમિતિના પદાધિકારીઓ અને થોડાં મુખ્ય લોકોની ઉપસ્થિતિમાં ગંગોત્રીની પહેલી પૂજા સંપન્ન કરાવવામાં આવી. હવે બદ્રીનાથ અને કેદારનાથ ધામના કપાટ ખુલશે.

રવિવારે સવારે માતા યમુનાની ડોલી ખરસાલીથી યમુનોત્રી ધામ માટે રવાના થઇ ગઇ. આ યાત્રામાં દર વર્ષની સરખામણીમાં ગણતરીના લોકો જ સામેલ થયાં. કોરોનાવાઇરસના કારણે લોકડાઉન અને સોશિયલ ડિસ્ટન્સિંગની અસર પણ જોવા મળી. ઉત્તરાખંડના મુખબા ગામમાંથી માતા ગંગાની મૂર્તિને શનિવારે જ ગંગોત્રી ધામ માટે રવાના કરી દેવામાં આવી હતી. ભૈરોંઘાટી સ્થિત પ્રાચીન ભૈરવ મંદિરમાં રાત્રિ વિશ્રામ બાદ ડોલી યાત્રા રવિવારે ગંગોત્રી ધામ પહોંચી.

ઉલ્લેખનીય છે કે લોકડાઉનના કારણે બંને ધામના કપાટ ખોલતી સમયે અને ડોલી યાત્રામાં ઓછાં લોકોને સામેલ કરવામાં આવ્યાં. બંનેમાં 21-21 તીર્થ પંડિતો જ સામેલ થઇ શક્યાં. પૂજા દરમિયાન પણ પંડિતોએ સોશિયલ ડિસ્ટન્સિંગનું ધ્યાન રાખ્યું અને મોઢે માસ્ક પણ લગાવી રાખ્યું હતું.