બધા ટ્રેન્ડીંગ ટ્રાવેલ મ્યુઝિક સ્પોર્ટ્સ ફેશન વાઈલ્ડ લાઈફ નેચર હેલ્થ ફૂડ ટેક્નોલોજી લાઈફ સ્ટાઈલ પીપલ બીઝનેસ ઓટોમોબાઈલ મેડિકલ મનોરંજન ઇતિહાસ રાજકારણ ઢોલીવૂડ World ANI BBC Others

દુનિયાભરમાં કોરોનાનો કહેર છે ત્યારે ચીનમાં મીટ માર્કેટ ફરી ખુલ્યા, ચામાચીડિયા, કુતરા સહીત જંગલી જીવોનું વેચાણ શરુ થયું...

દુનિયાભરમાં કોરોનાનો કહેર યથાવત છે ત્યારે ફરી એકવાર ચીને મીટ માર્કેટ ખોલીને કોરોના વાયરસ પર પોતાની જીતનું પ્રદર્શન કર્યું, બ્રિટીશ મીડિયા રીપોર્ટ.

ચીનમાં પેદા થયેલો કોરોના વાયરસ જે દુનિયાભરમાં મહામારી રૂપે ફેલાયેલો છે અને હજારો લોકોનો ભોગ લઈ ચુક્યો છે ત્યાં ફરી એક વાર ચીનમાં મીટ માર્કેટ ચાલુ કરવામાં આવ્યા છે અને પહેલાની જેમ જંગલી પશુઓનું વેચાણ ચાલુ થઇ ગયું છે. બ્રીટીશ મીડિયા રીપોર્ટ અનુસાર કોરોના પર કાબુ મેળવી લેવાનો દાવો કરતા ચીનમાં ફરી એકવાર ચામાચીડિયા સહીત અન્ય જંગલી જીવોનું વેચાણ શરુ કરી દેવામાં આવ્યું છે.

ચીનના વુહાનમાં કોરોના વાયરસના ઝડપી ફેલાવવાના લીધે ત્યાના મીટ માર્કેટ બંદ કરવામાં આવ્યા હતા, તેમજ માનવામાં આવી રહ્યું હતું કે વુહાનમાં સ્થિત સી ફૂડ માર્કેટમાંથી જ કોરોના વાયરસ ફેલાયો હતો. કોરોનાને ચામાચીડિયા સાથે પણ જોડવામમાં આવ્યો હતો જેના કારણે ત્યાં જંગલી પશુઓનું વેચાણ બંધ કરી દેવામાં આવ્યું હતું.

રીપોર્ટ મુજબ ચીનમાં ફરી એકવાર કુતરા, બિલાડી જેવા જંગલી જીવોનું વેચાણ શરુ કરવામાં આવ્યું છે. આ ઉપરાંત ચામાચીડિયાના વેચાણની જાહેરાત પણ કરવામાં આવી રહી છે. ચીનમાં જંગલી જીવોના ફૂડનો પારંપરિક દવા તરીકે ઉપયોગ કરવામાં આવે છે. ચીનના લોકો ચામાચીડિયાને પારંપરિક દવા તરીકે ઉપયોગમાં લે છે. કોરોના વાયરસ ફેલાવવા પછી તેની પર સંપૂર્ણપણે પ્રતિબંધ લાદવામાં આવ્યો હતો.

બ્રિટીશ મીડિયાના અહેવાલ મુજબ ચીને મીટ માર્કેટ ફરીવાર ચાલુ કરીને કોરોના વાયરસ પર પોતાની જીતનું પ્રદર્શન કર્યું છે.