બધા ટ્રેન્ડીંગ ટ્રાવેલ મ્યુઝિક સ્પોર્ટ્સ ફેશન વાઈલ્ડ લાઈફ નેચર હેલ્થ ફૂડ ટેક્નોલોજી લાઈફ સ્ટાઈલ પીપલ બીઝનેસ ઓટોમોબાઈલ મેડિકલ મનોરંજન ઇતિહાસ રાજકારણ ઢોલીવૂડ World Aggregator ANI BBC

દેવભૂમિ દ્વારકાના પૂર્વ ધારાસભ્ય અને પબુભા માણેક સામે સુપ્રીમ કોર્ટ સુધી લડત આપનાર મેરામણ ગોરીયા કોરોનાનાં કહેરમાં સપડાયા...

રાજ્યમાં કોરોના કહેર જવાનું તો શું પણ ઓછું થવાનું પણ નામ નથી લાઇ રહ્યો.. દિન પ્રતિદિન પોઝિટિવે કેસની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે અને હવે તો કોરોનાએ રાજનીતિમાં પગપેસારો કર્યો છે.

મહત્વનું છે કે અત્યાર સુધી કૉંગ્રેસ અને ભાજપના કેટલાક ધારાસભ્યોને કોરોના પોઝિટિવે આવ્યો છે. જો કે કૉંગ્રેસના વધુ ધારાસભ્યો કોરોનાના કાળા કહેરમાં સપડાયા છે.. તો દેવભૂમિ દ્વારકા જિલ્લાના કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય અને કોંગ્રેસ નેતા મેરામણ ગોરીયા કોરોનાથી સંક્રમિત થયા છે.

મેરામણ ગોરીયા કોરોના સંક્રમિત થતા તેમને સુરત ખાતે આવેલી કિરણ હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે. મેરામણ ગોરીયાના રિપોર્ટ પોઝિટિવ આવ્યા બાદ તેમના પત્નીના પણ કોરોના ટેસ્ટ સેમ્પલ લેવામાં આવ્યા હતા.

નોંધનીય બાબત છે કે મેરામણ ગોરીયા પબુભા માણેક સામે સુપ્રીમ કોર્ટ સુધી લડત આપી હતી અને પબુભાનું ધારાસભ્યપદ રદ કરાવેલ હતું, મેરામણ ગોરીયા કોરોના સંક્રમિત થયાના સમાચારો દ્વારકા જિલ્લામાં પહોંચતા કોંગ્રેસ કાર્યકરો અને સ્થાનિક લોકોની ચિંતામાં વધારો થયો હતો.