બધા ટ્રેન્ડીંગ ટ્રાવેલ મ્યુઝિક સ્પોર્ટ્સ ફેશન વાઈલ્ડ લાઈફ નેચર હેલ્થ ફૂડ ટેક્નોલોજી લાઈફ સ્ટાઈલ પીપલ બીઝનેસ ઓટોમોબાઈલ મેડિકલ મનોરંજન ઇતિહાસ રાજકારણ ઢોલીવૂડ World Aggregator ANI BBC

કોરોના કાળમાં કમાણીનું સાધન સાબિત થયું IPO માર્કેટ.

પ્રાઇમરી માર્કેટે તો રોકાણકારોને ‘‘જલસા’’ કરાવી દીધા છે. છેલ્લા ત્રણ માસમાં આવેલાં પાંચેય આઇપીઓમાં સરેરાશ એકત્રિત 81 ટકાનું બમ્પર રિટર્ન છૂટી રહ્યું છે. કોવિડ-19 મહામારીના લીધે સર્જાયેલી આર્થિક ભીંસ વચ્ચે જુલાઇમાં લિસ્ટેડ થયેલા રોસ્સારી બાયોટેકમાં 90 ટકા રિટર્નના કારણે ફેન્સી પણ મજબૂત બની જતાં રોસ્સારી પછી તો ફન્ડામેન્ટલી મજબૂત આઇપીઓની હારમાળા રચાઇ હતી. રાણા કપૂર એન્ડ ફેમિલીની ગેરરિતીઓના વિવાદમાં સપડાયેલી યસ બેન્કના એફપીઓમાં પણ રોકાણકારોને આકર્ષક રિટર્ન છૂટી રહ્યું છે.


જુલાઇથી અત્યારસુધીમાં સાત ઇશ્યૂઓ પ્રાઇમરી માર્કેટની મુલાકાત લઇને રોકાણકારોને ન્યાલ કરી ચૂક્યા છે. જેમાં એવરેજ 61 ટકા રિટર્ન છૂટી રહ્યું છે. ચાલુ કેલેન્ડર વર્ષમાં માર્ચમાં આવેલા એસબીઆઈ કાર્ડ્સ એન્ડ પેમેન્ટ્સના આઇપીઓમાં 755ની ઇશ્યૂ પ્રાઇસ સામે એક તબક્કે નેગેટિવ લિસ્ટિંગ પછી ભાવ રૂ. 495.25 થઇ જતાં રોકાણકારોમાં થોડી અસમંજસની સ્થિતિ સર્જાઇ હતી. પરંતુ ધીરે ધીરે આ શેર પણ સુધરવા સાથે રૂ. 838.65ની સપાટીએ પહોંચી ગયો છે. આ એકમાત્ર ઇશ્યૂમાં લિસ્ટિંગ નેગેટિવ ગયું હતું. પરંતુ ત્યારબાદ મજબૂત ફન્ડામેન્ટલ્સ અને ફેન્સી જામતાં હોલ્ડ કરનારા રોકાણકારો આમાં પણ કમાઇ રહ્યા છે.


પાઇપલાઇનમાં રહેલા આઇપીઓ

સેબી સમક્ષ 80થી વધુ સબમિટ થયેલા ઓફર ડોક્યુમેન્ટ્સ ઉપરાંત ઇશ્યૂ અંગે આયોજન કરી રહેલી કંપનીઓ આગામી એકથી દોઢ વર્ષના ગાળામાં 60000 કરોડના આઇપીઓ માટે આયોજન કરી રહી છે.