બધા ટ્રેન્ડીંગ ટ્રાવેલ મ્યુઝિક સ્પોર્ટ્સ ફેશન વાઈલ્ડ લાઈફ નેચર હેલ્થ ફૂડ ટેક્નોલોજી લાઈફ સ્ટાઈલ પીપલ બીઝનેસ ઓટોમોબાઈલ મેડિકલ મનોરંજન ઇતિહાસ રાજકારણ ઢોલીવૂડ World ANI BBC Others

દાહોદમાં 4 મીડિયાકર્મીઓ સહિત 18 વધુ કોરોના પોઝિટિવ કેસ નોંધાયા : જિલ્લામાં કુલ પોઝિટિવ કેસ 98

સમગ્ર રાજ્યમાં કોરોના વાયરસે કહેર મચાવ્યો છે ત્યારે દિવસે ને દિવસે કોરોના વાયરસના કેસોમાં સતત વધારો થઇ રહ્યો છે તો હવે રાજ્યનો દાહોદ જીલ્લો પણ કોરોના વાયરસના કહેરથી બાકાત રહ્યો નથી.


દાહોદ જિલ્લામાં આજે કોરોનાના 18 પોઝિટિવ કેસો નોંધાવા પામ્યા છે જિલ્લામાં એક સાથે 18 કોરોના પોઝિટિવ કેસ સામે આવતા જિલ્લા વહીવટીતંત્ર અને આરોગ્ય તંત્રમાં હડકંપ મચી જવા પામ્યો છે. દાહોદ જીલ્લામાં દિન પ્રતિદિન કોરોનાનું વ્યાપ વધતો જઈ રહ્યો છે ત્યારે આજે દાહોદ શહેર અને દાહોદના ગ્રામ્ય વિસ્તારોમાં મળી એક સાથે ૧૮ કેસ પોઝીટીવ આવતા તંત્ર અને આરોગ્ય વિભાગમાં હડકંપ મચી જવા પામ્યો છે.


દાહોદ જીલ્લામાં ૪ પત્રકારો ને પણ કોરોના રિપોર્ટ પોઝીટીવ આવ્યો છે.હાલ દાહોદ સીટી વિસ્તાર માંથી ૧૪ કેસ પોઝીટીવ આવ્યા છે. જયારે ૧ કેસ લીમખેડા,૧ કેસ ઝાલોદ અને ૨ કેસ દે.બારિયા માં આવ્યા છે.જેની સાથે કુલ આંક ૯૮ પર પહોંચ્યો છે.