બધા ટ્રેન્ડીંગ ટ્રાવેલ મ્યુઝિક સ્પોર્ટ્સ ફેશન વાઈલ્ડ લાઈફ નેચર હેલ્થ ફૂડ ટેક્નોલોજી લાઈફ સ્ટાઈલ પીપલ બીઝનેસ ઓટોમોબાઈલ મેડિકલ મનોરંજન ઇતિહાસ રાજકારણ ઢોલીવૂડ World Aggregator ANI BBC

"સરકાર સાથે સંઘર્ષ કરીએ તો બદલો, સપોર્ટ કરો તો ઝૂકી જાઓ": મૌલાના સાદ

સમગ્ર દેશમાં કોરોના વાયરસના કેસોમાં સતત વધારો થઈ રહ્યો છે, જેનું મુખ્ય કારણ ક્યાંક ને ક્યાંક દિલ્હીમાં યોજાયેલ તબલિગી જમાતને માનવામાં આવી રહ્યું છે, ત્યારે દિલ્હી નિઝામુદ્દીન મરકઝના મૌલાના સાદની વધુ એક ઓડિયો કલીપ બહાર આવી છે.


તબલિગી જમાત અને મરકઝના પ્રમુખ મૌલાના સાદની વધુ એક ઓડિયો કલીપ બહાર આવી છે જેમાં મૌલાના સાદ કહી રહ્યા છે કે, તમારી પાસે ધૈર્ય હોઉં ખૂબ જ જરૂરી છે, ધૈર્યથી જ તમારી મુશ્કેલીઓનું સમાધાન મેળવી શકાય છે. સમસ્યા બે પ્રકારની હોય છે, પહેલી જે આપની અંદર છે એ અને બીજી બહાર. શાશકનું કામ હોય છે કે તે પોતાના અનુયાયીઓને આગળ લાવવા માટે પ્રોત્સાહિત કરે પરંતુ તે મુકાબલાની વાત કરી રહ્યા છે જેનાથી અંતર વધશે.


ઇસ્લામ અનુસાર સરકાર લોકોના અધિકારોને દબાવી રહી છે. આ રીત સારી નથી કારણકે જો તમે સંઘર્ષ કરો છો તો તેમને લાગી રહ્યું છે કે તમે તેમની પાસેથી બદલો લઈ રહ્યા છો અને જો તમે તેમનું સમર્થન કરી રહ્યા છો તો તેઓ માની રહ્યા છે કે તમને તેમની સામે ઘૂંટણિયે ટેકવી દીધા છે.


ઉલ્લેખનીય છે કે ગયા મહિને દિલ્હીમાં નિઝામુદ્દીન મરકઝના કારણે કોરોના વાયરસના કેસોમાં સતત વધારો થઈ રહ્યો છે. ત્યારે નિઝામુદ્દીન જમાતના મૌલાના સાદની વધુ એક ઓડિયો કલીપ બહાર આવી છે.