બધા ટ્રેન્ડીંગ ટ્રાવેલ મ્યુઝિક સ્પોર્ટ્સ ફેશન વાઈલ્ડ લાઈફ નેચર હેલ્થ ફૂડ ટેક્નોલોજી લાઈફ સ્ટાઈલ પીપલ બીઝનેસ ઓટોમોબાઈલ મેડિકલ મનોરંજન ઇતિહાસ રાજકારણ ઢોલીવૂડ World ANI BBC Others

સુરત, ભાવનગર માટે ખુબજ મહત્વના સમાચાર, તબલીઘી જમાતના કાર્યક્રમમાં ભાવનગરના 17 અને સુરતના 76 લોકો ગયા હતા, તંત્ર થયુ સતર્ક, SIT ની રચના કરી તમામની શોધખોળ હાથ ધરાઈ...

દિલ્હીમાં તબલીઘી જમાતના નીઝામુદ્દીન કેન્દ્રમાં મરકઝ નામના ધાર્મિક પ્રસંગે ભારત સહીત અન્ય 15 દેશોના 1700 લોકો એકઠા થયા હતા. જેમના 1033 લોકો પોતાના વતન તરફ પહોંચી ચુક્યા છે, જેમાના 24 થી વધારે લોકો કોરોના વાયરસનો ભોગ બન્યા છે, જયારે અન્ય 9 લોકોના મૃત્યુ થઇ ચુક્યા છે. આ કાર્યક્રમમાં ગુજરાતના લોકો પણ ભાગ લેવા ગયા હતા તેવી જાણકારી ગુજરાત સરકારને મળતા સરકાર દોડતી થઇ ગઈ છે. આ કાર્યક્રમમાં ભાવનગરના 13 અને બોટાદના 4 લોકો એટલેકે કુલ મળીને ભાવનગર જીલ્લાના 17 લોકો આ કાર્યક્રમમાં ભાગ લેવા ગયા હતા.આ જાણકારી મળતાની સાથે જ ભાવનગર જિલ્લા તંત્ર સતર્ક થઈ ગયું છે. તેમજ આ મામલે ભાવનગર રેન્જ આઈજી દ્વારા SIT ની રચના પણ કરવામાં આવી છે. ક્રાઈમ બ્રાન્ચ એટીએસ ઉપરાંત ભાવનગર રેન્જના આઈજીએ સમગ્ર મામલે તપાસ શરુ કરી તેમને ક્વોરોન્ટાઈન કરાવવા માટેની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આ ઉપરાંત સુરતથી પણ તબગીલી જમાતના કાર્યક્રમમાં ભાગ લેવા માટે 76 લોકો ગયા હતા. તંત્ર દ્વારા આ લોકોને સામેથી કહેવા પણ અપીલ કરવામાં આવી રહી છે.

આ કાર્યક્રમમાં કેટલા લોકો અને ક્યારે ગયા હતા તેની તપાસ અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચના DCP દીપન ભદ્રન અને ATS એસ.પી. હિમાંશુ શુક્લાને સોંપાઈ છે. રાજ્યના પોલીસવડાએ આ બાબતને ખુબજ ગંભીરતાથી લીધી છે, તેમજ આ લોકોને શોધીને તાત્કાલિક કોરોન્ટાઈન કરવા ગુજરાત સરકારનું આખું તંત્ર કામે લાગી ગયું છે. આ લોકોના સંપર્કમાં આવેલા તમામ લોકોની વિગતો એકઠી કરી તેમને તાત્કાલિક કોરોન્ટાઈન કરવા આદેશ કરવામાં આવ્યા છે.

આ કાર્યક્રમમાંથી આવ્યાના બીજા જ દિવસે ભાવનગર જીલ્લાના એક વ્યક્તિનું કોરોનાને કારણે મોત નીપજ્યું છે.
ઉલ્લેખનીય છે કે રાજ્યમાં અત્યારસુધીમાં (31/03/2020, Till 08:56 PM) કોરોના વાયરસના કુલ 74 કેસ નોંધવામાં આવ્યા છે, તેમજ 6 લોકોના કોરોના વાયરસના કારણે મૃત્યુ થયા છે.