બધા ટ્રેન્ડીંગ ટ્રાવેલ મ્યુઝિક સ્પોર્ટ્સ ફેશન વાઈલ્ડ લાઈફ નેચર હેલ્થ ફૂડ ટેક્નોલોજી લાઈફ સ્ટાઈલ પીપલ બીઝનેસ ઓટોમોબાઈલ મેડિકલ મનોરંજન ઇતિહાસ રાજકારણ ઢોલીવૂડ World ANI BBC Others

દિલ્હી તબલિગી જમાતના મૌલાના સાદને ક્રાઈમ બ્રાન્ચની નોટીસ, પૂછવામાં આવ્યા 26 સવાલ...

દિલ્હીના નીઝાબુદ્દીન સ્થિત તબલિગી જમાતના મૌલાના મહોમ્મદ સાદને ક્રાઈમ બ્રાન્ચ દ્વારા નોટીસ ફટકારવામાં આવી છે. તેમજ ક્રાઈમ બ્રાન્ચની ટીમે મરકઝ સાથે જોડાયેલા 26 સવાલોના જવાબ માંગ્યા છે. એક દિવસ અગાઉ જ મૌલાના સાદે એક ઓડિયો કલીપ જાહેર કરી હતી જેમાં જણાવવામાં આવ્યું હતું કે તે પોતે અઈસોલેશનમાં છે. મૌલાના મોહમ્મદ સાદની શોધમાં પોલીસના દરોડા જારી છે. ક્રાઈમ બ્રાન્ચ તરફથી ફટકારવામાં આવેલી નોટીસમાં સંગઠનનું સંપૂર્ણ સરનામું, રજીસ્ટ્રેશન સાથે જોડાયેલી જાણકારીઓ, આ સાથે જોડાયેલા કર્મચારીઓની માહિતી તથા તેમના ઘરનું સરનામું અને મોબાઈલ નંબર જેવી બાબતોનો સમાવેશ કરવામાં આવ્યો છે.

આ ઉપરાંત ક્રાઈમ બ્રાન્ચ દ્વારા છેલ્લા ત્રણ વર્ષની બેન્ક એકાઉન્ટ ડીટેલ, પાન કાર્ડ નંબર, છેલ્લા ત્રણ વર્ષની ઇનકમ ટેક્ષની ડીટેઇલ અને એક વર્ષના બેન્ક સ્ટેટમેન્ટની માહિતી માંગવામાં આવી છે. તેમજ 2019 થી અત્યાર સુધી મરકઝમાં થયેલા તમામ ધાર્મિક આયોજનની વિગતો પણ માંગવામાં આવી છે.


આ ઉપરાંત ધાર્મિક આયોજનમાં લોકો ભેગા કરતા પહેલા શું ક્યારેય કોઈ પ્રકારની મંજુરી પોલીસ કે તંત્ર પાસે માંગવામાં આવી છે કે કેમ અને પોલીસ દ્વારા જો આવી કોઈ મંજુરી આપવામાં આવી છે તો તેના દસ્તાવેજ ઉપલબ્ધ કરાવવાની વાત કરી છે. ક્રાઈમ બ્રાન્ચે વધુમાં પૂછ્યું છે કે, 12 માર્ચ 2020 બાદ મરકઝમાં કોણ કોણ આવ્યું હતું અને કેટલા લોકો હતા, તેમજ જે લોકો બીમાર હતા અને હોસ્પીટલમાં મોકલવામાં આવ્યા છે તે તમામ લોકોની માહિતી મંગાવવામાં આવી છે. આ તમામ લોકોની તપાસ ક્રાઈમ બ્રાન્ચ દ્વારા કરવામાં આવી રહી છે, તેમજ આ મામલામાં મૌલાના સહીત અન્ય 7 લોકો સામે FIR નોંધવામાં આવી છે. હાલ મૌલાના સાદ પોલીસ પકડથી દુર છે.