બધા ટ્રેન્ડીંગ ટ્રાવેલ મ્યુઝિક સ્પોર્ટ્સ ફેશન વાઈલ્ડ લાઈફ નેચર હેલ્થ ફૂડ ટેક્નોલોજી લાઈફ સ્ટાઈલ પીપલ બીઝનેસ ઓટોમોબાઈલ મેડિકલ મનોરંજન ઇતિહાસ રાજકારણ ઢોલીવૂડ World ANI BBC Others

ગુજરાતમાં કોરોનાના છેલ્લા ૨૪ કલાકમાં 1101 નવા કેસ નોંધાયા, જેમાં સૌથી વધારે સુરતમાં 237 કેસ

ગુજરાતમાં કોરોનાના છેલ્લા ૨૪ કલાકમાં 1101 નવા કેસ નોંધાયા છે.જેમાંથી સૌથી વધારે સુરતમાં  237 કેસ અને અમદાવાદમાં 155 કેસ નોંધાયા છે.

ગુજરાતમાં કુલ પોઝિટિવ કેસોનો આંકડો 63,675 થયો જેમાંથી અત્યારે 14601 કેસ એક્ટિવ છે.

રાજ્યમાં કોરોનાને કારણે અત્યાર સુધીમાં 2487 લોકોનાં મોત નિપજયા છે.છેલ્લા 24 કલાકમાં 22 લોકોના મૃત્યુ થયેલ છે.

રાજ્યમાં દિન-પ્રતિદિન કોરોના ટેસ્ટમાં વધારો કરવામાં આવી રહ્યો છે.જેમાં આજે રાજ્યમાં કુલ 23,255 ટેસ્ટ કરવામાં આવ્યા છે.જે રાજ્યના વસ્તીને ધ્યાને લેતા પ્રતિ દિન 357.76 ટેસ્ટ પ્રતિ મિલિયન જેટલા થવા પામેં છે.રાજ્યમાં અત્યાર સુધી કુલ 8,14,335 ટેસ્ટ કરવામાં આવ્યા છે.આજ રોજ રાજ્યમાં વિવિધ જિલ્લામાં 1099 અને અન્ય રાજ્યના 2 એમ કુલ 1101 દર્દી નોંધાયેલ છે.આજ રોજ 805 દર્દી સાજા થઈને ઘરે ગયેલ છે.