કોરોનાના કારણે સ્પેનની રાજકુમારી મારિયા ટેરેસાનું થયું નિધન, રાજકુમાર સિફટોએ આપી જાણકારી...
સ્પેનની રાજકુમારી મારિયા ટેરેસાનું કોરોના વાયરસથી મૃત્યુ થઇ ગયું છે, મારિયા વિશ્વમાં શાહી પરિવારના પ્રથમ સભ્ય છે જેમનું કોરોના વાયરસથી મૃત્યુ થયું છે. 86 વર્ષીય રાજકુમારી મારિયા સ્પેનના રાજા ફેલીપે છઠ્ઠાની પિત્રાઈ બહેન હતા. રાજકુમારી મારિયાના ભાઈ રાજકુમાર સિફ્ટો એનરીક ડી બોરબોને ફેસબુક પર રાજકુમારીના નિધનની જાણકારી આપી હતી. તેમને જણાવ્યું હતું કે રાજકુમારી મારિયાનું ફ્રાન્સની રાજધાની પેરિસમાં મૃત્યુ થયું છે.
રાજકુમારી મારિયાનું નિધન તેવા સમયે થયું છે જયારે સ્પેનના રાજા ફેલીપેની કોરોનાની તપાસ કરવામાં આવી છે અને આ તપાસમાં તેમનો રીપોર્ટ નેગેટીવ આવ્યો છે. રાજકુમારી મારિયાનો જન્મ 28 જુલાઈ 1933 માં થયો હતો.
રાજકુમારી મારિયા પોતાના આઝાદ વિચારો માટે જાણીતા હતા. તેમને રેડ પ્રિન્સેસના નામથી પણ બોલાવવામાં આવતા હતા. શુક્રવારે મેડ્રીડમાં તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા.
ઉલ્લેખનીય છે કે બ્રિટનના રાજકુમાર ચાર્લ્સ પણ કોરોનાથી પીડિત છે, તેમજ બ્રિટનના વડાપ્રધાન બોરીસ જોન્સન પણ કોરોનાથી પીડિત છે.