બધા ટ્રેન્ડીંગ ટ્રાવેલ મ્યુઝિક સ્પોર્ટ્સ ફેશન વાઈલ્ડ લાઈફ નેચર હેલ્થ ફૂડ ટેક્નોલોજી લાઈફ સ્ટાઈલ પીપલ બીઝનેસ ઓટોમોબાઈલ મેડિકલ મનોરંજન ઇતિહાસ રાજકારણ ઢોલીવૂડ World ANI BBC Others

આજે ડૉક્ટર્સ ડે નિમિત્તે, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે, ટ્વીટના માધ્યમથી ભારતના બહાદુર તબીબો પ્રત્યે કૃતજ્ઞતાની લાગણી વ્યક્ત કરી...

આજે ડૉક્ટર્સ ડે નિમિત્તે, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે, ટ્વીટના માધ્યમથી ભારતના બહાદુર તબીબો પ્રત્યે કૃતજ્ઞતાની લાગણી વ્યક્ત કરી હતી અને તેમનો ખૂબ જ આભાર માન્યો હતો, જેઓ કોવિડ-19 સામેની લડાઇમાં અગ્ર હરોળમાં રહીને આ લડાઇનો મોરચો સંભાળી રહ્યા છે.

કેન્દ્રીય ગૃહમંત્રીએ ભારપૂર્વક જણાવ્યું હતું કે, આ પડકારજનક સમયમાં રાષ્ટ્રને સલામત અને સ્વસ્થ રાખવા માટે તેમની સર્વોપરી પ્રતિબદ્ધતા ખરેખરમાં અપવાદરૂપ છે. તેમજ ગૃહમંત્રીએ વધુમાં ઉમેર્યું હતું કે, ડૉક્ટર્સ ડે નિમિત્તે રાષ્ટ્ર તેમના સમર્પણ અને ત્યાગને સલામ કરે છે.



અમિત શાહે એમ પણ જણાવ્યું હતું કે, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વ વાળી સરકાર માનવજાતની સેવા કરવા માટે નિઃસ્વાર્થ ભાવે અથાક પ્રયત્નો કરી રહેલા તબીબોની સાથે અડગ રીતે ઉભી છે. તેમણે આપણા દેશના આ બહાદુર કોરોના યોદ્ધાઓના સ્વાસ્થ્ય અને સલામતી માટે પ્રાર્થના પણ કરી હતી.

કેન્દ્રીય ગૃહમંત્રીએ આ પ્રસંગે, તમામ તબીબોના પરિવારજનો પ્રત્યે પણ કૃતજ્ઞતાનો ભાવ વ્યક્ત કર્યો હતો જેઓ તબીબોને આવા કસોટીના સમયમાં સતત સંપૂર્ણ સહકાર આપવાનું અને તેમનું નૈતિક મનોબળ વધારવાનું કામ કરી રહ્યા છે.