બધા ટ્રેન્ડીંગ ટ્રાવેલ મ્યુઝિક સ્પોર્ટ્સ ફેશન વાઈલ્ડ લાઈફ નેચર હેલ્થ ફૂડ ટેક્નોલોજી લાઈફ સ્ટાઈલ પીપલ બીઝનેસ ઓટોમોબાઈલ મેડિકલ મનોરંજન ઇતિહાસ રાજકારણ ઢોલીવૂડ World Aggregator ANI BBC

કોરોના વાયરસના કહેર મુખ્યમંત્રી રાહત ફંડમાં ગૌતમ અદાણીએ 5 કરોડ તો ગીતા રબારીએ આપ્યા 2,11,000. જાણો દેશ માટે કોણે કેટલી મદદ કરી છે!!!

હાલમાં સમગ્ર દેશ અને રાજ્ય સામે કોરોના સંકટ ઉભું છે ત્યારે આ લડતમાં દેશના મોટા મોટા ઉદ્યોગપતિઓ પોતાનું મહત્વનું યોગદાન આપી રહ્યા છે. હાલમાં જ ગૌતમ અદાણી દ્વારા ગુજરાતના મુખ્યમંત્રી રાહતફંડમાં રૂ.5 કરોડ આપવામાં આવ્યા છે.

આ ઉપરાંત અદાણી ગ્રુપ દ્વારા વડાપ્રધાનના રાહત ભંડોળમાં રૂ.100 કરોડ આપવા ઉપરાંત હાલમાં કપરી પરિસ્થિતિનો સામનો કરી રહેલા લોકોને સહાય કરી છે. અદાણી ગ્રુપ દ્વારા SVP હોસ્પિટલ, અમદાવાદના હેલ્થ વર્કર્સ અને ડોક્ટર્સને વ્યક્તિગત સુરક્ષા ઉપકરણો પુરા પાડ્યા છે. આ ઉપરાંત ગુજરાતના પ્રખ્યાત લોક ગાયિકા ગીતા રબારીએ પણ મુખ્યમંત્રી રાહત ફંડમાં 2,11,000 રૂપિયાની સહાય કરી છે.

આ ઉપરાંત આવો જોઈએ દેશ માટે કોણે કેટલી મદદ કરી છે.

  • તાતા જુથ- 1000 કરોડ
  • તાતા ટ્રસ્ટ- ૫૦૦ કરોડ
  • વેદાન્તા હોસ્પિટલ- 100 કરોડ
  • હીરો મોટર્સ- 100 કરોડ
  • બજાજ કંપની- 100 કરોડ
  • સન ફાર્મા- 25 કરોડની દવા
  • રિલાયન્સ- 5 કરોડ, 100 બેડનું સેન્ટર
  • પેટીએમ- 5 કરોડ
  • પારલે બિસ્કીટ- 3 કરોડ પેકેટ
  • શિરડી સાઈ સંસ્થાન- 51 કરોડ
  • અભિનેતા પ્રભાસ- 4 કરોડ
  • અભિનેતા પવન કલ્યાણ- 2 કરોડ
  • અભિનેતા ચિરંજીવી- 1 કરોડ
  • અભિનેતા મહેશ બાબુ- 1 કરોડ
  • અભિનેતા રામ ચરણ- 70 લાખ
  • અભિનેતા રજનીકાંત- 50 લાખ
  • કપિલ શર્મા- 50 લાખ
  • બેડમિન્ટન ખિલાડી પી.વી.સિંધુ- 5 લાખ
  • અભિનેત્રી શિલ્પા શેટ્ટી- 21 લાખ
  • અમદાવાદ જગન્નાથ મંદિર- 51 લાખ

આ ઉપરાંત દેશના ઘણા ટોચના ઉદ્યોગપતિઓ તેમજ અલગ અલગ ક્ષેત્રોના લોકો જેવા કે ક્રિકેટરો, લોક ગાયકો, રાજકારણીઓ જેવા અનેક લોકો દ્વારા પ્રધાનમંત્રી રાહત કોસ ફંડમાં દાન આપવામાં આવ્યું છે.