બધા ટ્રેન્ડીંગ ટ્રાવેલ મ્યુઝિક સ્પોર્ટ્સ ફેશન વાઈલ્ડ લાઈફ નેચર હેલ્થ ફૂડ ટેક્નોલોજી લાઈફ સ્ટાઈલ પીપલ બીઝનેસ ઓટોમોબાઈલ મેડિકલ મનોરંજન ઇતિહાસ રાજકારણ ઢોલીવૂડ World Aggregator ANI BBC

કેનેડાની એક કંપનીએ બનાવી ગાંજામાંથી કોરોનાની દવા

કેનેડાની એક દવા કંપનીએ એવી દવા બનાવી જે કોરોના વાઈરસ માટે બનાવવામાં આવેલી વેક્સિનની જેમ સાઈડ ઈફેક્ટ પણ કરશે નહીં. આ સિવાય આ કોરોના વાઈરસના કારણે થનારી હૃદય સંબંધિત બીમારીઓથી પણ બચાવશે. કોરોના વાઈરસની સારવાર કેનાબિસ એટલે કે ગાંજામાંથી કરવામાં આવશે. આ કંપની ભારતમાં પોતાની દવાની માણસ પર ટ્રાયલ માટે ભારત સરકાર સાથે વાત કરી રહી છે. કોરોના વાઈરસથી સંક્રમિત લોકોને હૃદય સંબધિત બીમારી થાય છે જેને એરિથમિયા કહે છે. આ બીમારીમાં હાર્ટબીટ યોગ્ય રીતે ચાલતી નથી. 


ક્યારેક ઝડપી ક્યારેક ધીમે ચાલે છે જ્યારે સામાન્ય રીતે હૃદયના ધબકારા એક સામાન્ય ફ્લોમાં ચાલે છે.  કેનેડાની દવા કંપની અકસીરાનું માનવુ છે કે ગાંજામાંથી બનનારા ઉત્પાદનો અમેરિકાના કેટલાક રાજ્યોમાં માન્ય છે. કેનેડાનાં પણ કેટલાક રાજ્યોમાં ગાંજાને લીગલ જાહેર કરવામાં આવ્યો છે. આનાથી બનનારી દવાઓમાં સાઈકોએક્ટિવ પ્રોપર્ટી હોય છે. આ માનવની તંત્રિકા તંત્રને આરામ આપે છે. જેના કારણે શરીરના અન્ય ભાગોમા થનારા દર્દ અને મુશ્કેલીઓથી પણ રાહત મળે છે. 


અકસીરા દવા કંપનીની કોરોના માટે બનાવવામાં આવેલી દવાનું નામ કેનાબિડિયોલ છે. દવા કંપની એવો દાવો કરી રહી છે, તેમની દવા કેટલાક પ્રકારની બીમારીઓની સારવાર કરી રહી છે. જેમ મોટી બીમારીની સારવાર કરે છે. કીમોથેરાપીથી થનારા સાઈડ ઈફેક્ટને ઓછુ કરે છે. જેમાં એન્ટિવાઈરલ ખૂબીઓ પણ છે. તેથી કંપનીનો દાવો છે કે આ કોરોના વાઈરસની સારવાર પણ કરી દેશે, અકસીરા કંપનીનો એવો દાવો છે કે, કેનાબિડિયોલ દવાના કારણે દિલની કોશિકાઓમાં એરિથિયા બીમારીની અસર થતી નથી. આ સાથે જ હાઇ-ગ્લુકોઝના કારણે થનારી મુસ્કેલીઓને પણ ઓછી કરી દે છે.