બધા ટ્રેન્ડીંગ ટ્રાવેલ મ્યુઝિક સ્પોર્ટ્સ ફેશન વાઈલ્ડ લાઈફ નેચર હેલ્થ ફૂડ ટેક્નોલોજી લાઈફ સ્ટાઈલ પીપલ બીઝનેસ ઓટોમોબાઈલ મેડિકલ મનોરંજન ઇતિહાસ રાજકારણ ઢોલીવૂડ World Aggregator ANI BBC

ભાવનગરના ડૉક્ટરે 3 મિનિટમાં જ કોરોનાનો ખાતમો કરવાનો કર્યો દાવો...

તબીબે તૈયાર કરેલ અલ્ટ્રાવાયોલેટ ડિવાઈસ પોઝિટિવ દર્દીનો કોરોના નાશ કરવા સક્ષમ હોવાની સરકાર ને લેખિતમાં જાણ કરી.

કોરોના નામની મહામારી એ મોત નું તાંડવ મચાવ્યું છે. વિશ્વ આખું કોરોના થી થરથરી ઉઠ્યું છે. હજારો લોકો મોતના મુખ માં ધકેલાયા છે. પરંતુ ભારત નસીબદાર છે આપણા ત્યાં અમેરિકા, ઈટલી કે સ્પેન જેવી દશા નથી થઈ. આજે આખુ વિશ્વ જાણે એક જ કામમાં લાગેલું છે અને તે કામ કોરોનાની દવા છે. પરંતુ હજુ સુધી કોઈ મોટી સફળતા મળી નથી. ત્યાં  ગુજરાત ના ભાવનગરમાંથી કોરોનાને લઈ મોટો દાવો થયો છે. એવો દાવો કે જે કોરોનાને માત્ર 3 મિનિટમાં જ નાશ કરી દે છે.!



વિશ્વ આજે કોરોનાની વેક્સિન શોધ ચાલી રહી છે. કારણ કે કોરોના વાયરસે એવો હાહાકાર મચાવ્યો છે કે હજારો લોકોને હંમેશા માટે સુવડાવી દીધા છે. કરોડો, અબજોની ઈકોનોમીને અસ્તવ્યસ્ત કરી નાંખી. વિશ્વના મોટા-મોટા અને શક્તિશાળી દેશો પણ આ વાયરસના કાળા કેરથી બાકાત નથી રહ્યા. ત્યારે એક ગુજરાતી ડૉક્ટરને મોટી સફળતા મળી છે. ભાવનગરમાં આંખના સર્જન જગદિપ કાકડિયા અને મુંબઈના તબીબી રમેશ શાહ દ્વારા એક અનોખું સંશોધન કરવામાં આવ્યું છે. આ બન્ને ડૉક્ટરે એક એવી થેરાપી વિકસાવી છે કે જે આંખ, નાક અને ગળામાં રહેલા કોરોનાને માત્ર 3 મિનિટમાં જ નાશ કરી દે છે.!



આ તબીબોનો દાવો છે કે કિરણોથી વાયરસ નાશ પામે છે તેવું અમને પ્રાથમિક સંશોધનમાં જાણવા મળ્યું છે. અલ્ટ્રાવાયોલેટના કિરણોનો શેક જો કોઈ કોરોના પોઝિટિવ દર્દી લે તો તેનામાં રહેલો કોરોના નાશ પામે છે. સૌથી મહત્વની વાત એ છે કે આ કિરણોથી કોઈ આડઅસર પણ  થતી નથી.

હાલ વિશ્વભરના વૈજ્ઞાનિકો કોરોનાની વેક્સિન શોધવામાં લાગ્યા છે. પરંતુ હજુ સુધી કોઈ ચોક્કસ સફળતા મળી રહી નથી. ત્યારે એવું લાગી રહ્યું છે કે કોરોનાની રસી માટે હજુ આપણે લાંબો સમય ઈન્તજાર કરવો પડશે. જ્યારે કોરોનાની વેક્સિન આવશે ત્યારે આખા વિશ્વમાં તેને પહોંચાડવી પણ એક પડકાર હશે. તેથી તેનો ભાવ આભને આંબે તેટલો હશે. તેથી કોઈ પણ દેશની સરકાર માટે આ સૌથી મોટો પડકાર હશે. પરંતુ ભાવનગરના આ તબીબોએ જે સંશોધન કર્યું છે તે ખુબ જ સસ્તુ છે.



કોરોના પોઝિટિવ દર્દીને કિરણોનો શેક આપવા માટે એક અલ્ટ્રાવાયોલેટડિવાઈસ તૈયાર કરવી પડે છે. જે એકદમ સસ્તી છે. આ ડિવાઈસને તબીબો દ્વારા UVC નામ આપવામાં આવ્યું છે.આને મંજૂરી માટે રાજ્ય સરકાર, કેન્દ્ર સરકાર તથા અમેરિકાના રાષ્ટ્રપતિને પણ પત્ર લખી રિસર્ચ પેપર મોકલવામાં આવ્યા છે.



તબીબોનો દાવો છે કે જો સરકાર મંજૂરી આપે તો આ ડિવાઈસ મોટી સંખ્યામાં બનાવીશું. આના ઉપયોગથી ગણતરીના કલાકોમાં જ કોરોના પોઝિટિવ દર્દી નેગેટિવ થઈ જશે.



ભાવનગર અને મુંબઈના આ બન્ને તબીબોએ જે પ્રમાણે દાવા કર્યા છે તેને જોતા આ બહુ મોટી સફળતા કહેવાય. સરકારે આમા રસ લેવો જોઈએ અને આના પર આગળ વધવું જોઈએ. જો સાચે જ આ સફળ રહે તો વિશ્વનું કલ્યાણ થઈ જશે. ફરી આ વિશ્વને સંકટમાંથી ઉગારવાનું કામ આપણું હિન્દુસ્તાન કરશે તેવી આશા પણ વ્યક્ત કરાઈ છે.