બધા ટ્રેન્ડીંગ ટ્રાવેલ મ્યુઝિક સ્પોર્ટ્સ ફેશન વાઈલ્ડ લાઈફ નેચર હેલ્થ ફૂડ ટેક્નોલોજી લાઈફ સ્ટાઈલ પીપલ બીઝનેસ ઓટોમોબાઈલ મેડિકલ મનોરંજન ઇતિહાસ રાજકારણ ઢોલીવૂડ World Aggregator ANI BBC

રાજકીય પક્ષોમાં વધતા જતા કોરોના વાયરસના કેસોને ધ્યાનમાં લઈ આરોગ્ય વિભાગે ગાંધીનગર ખાતે કર્યો આ મહત્વનો નિર્ણય...

સમગ્ર રાજ્યમાં કોરોના વાયરસના કેસોમાં સતત વધારો થઈ રહ્યો છે ત્યારે હવે કોરોનાએ રાજકીય પક્ષોને પણ પોતાના ભરડામાંથી મુક્યા નથી. છેલ્લા કેટલાક દિવસોમાં ભાજપ કોંગ્રેસ સહિતના અન્ય રાજકીય પાર્ટીના કેટલાય લોકો કોરોનાથી સંક્રમિત થયા છે જેને ધ્યાનમાં રાખીને ગાંધીનગર સચિવાલય સ્થિત આરોગ્ય વિભાગે આવતા જતા નેતાઓ માટે સોશિયલ ડીસ્ટન્સ સાથે જ સેનેટાઈઝની યોગ્ય વ્યવસ્થા કરી છે.


વૈશ્વિક મહામારી કોરોનાએ રાજ્યમાં અજગર ભરડો લીધો છે. વાયરસના ચેપ થી ભાજપ કોંગ્રેસના નેતાઓ પણ સંક્રમિત થવા લાગ્યા છે. નેતાઓની ગાંધીનગર સચિવાલયમાં અવર જ્વર હોવાથી વધુ સક્ર્મણ થાય નહીં તેથી આરોગ્ય વિભાગે સ્વર્ણિમ સંકુલ-1 ખાતે સેનિટાઇઝર મશીન લગાવ્યું છે.


હાઈ સ્પીડ હાઈ રીઝોલેશન થર્મલ કેમેરા સહીત ઓક્સિજન લેવલ મશીન પણ ઉપલબ્ધ કરવામાં આવ્યું છે. 40 થી 50 ડિગ્રી તાપમાન મશીન અંદર મેઇન્ટેન કરી શકાય છે. જો કોઈ વ્યક્તિ મશીનમાંથી પાસ થાય તેવા સમયે તેમનું ટેમ્પરેચર 100 કે તેથી વધુ આવે તો સાયરન વાગે તેવી વ્યવસ્થા કરવામાં આવેલ છે. 94 ડિગ્રીથી ઓછું ઓક્સિજન લેવલ આવે તેવા વ્યક્તિને ઘરે પરત મોકલી દેવામાં આવશે.