બધા ટ્રેન્ડીંગ ટ્રાવેલ મ્યુઝિક સ્પોર્ટ્સ ફેશન વાઈલ્ડ લાઈફ નેચર હેલ્થ ફૂડ ટેક્નોલોજી લાઈફ સ્ટાઈલ પીપલ બીઝનેસ ઓટોમોબાઈલ મેડિકલ મનોરંજન ઇતિહાસ રાજકારણ ઢોલીવૂડ World Aggregator ANI BBC

કોરોનાની ફરજમાં હાજર ન થતા સરકારી બાબુઓની હવે ખેર નથી, અમદાવાદ જીલ્લાના 2 અધિકારીઓને આપવામાં આવી નોટીસ...

સમગ્ર વિશ્વ કોરોના મહામારીનો સામનો કરી રહ્યું છે. વિશ્વભરમાં ફેલાયેલા નોવેલ કોરોના વાયરસની બીમારીને WHO દ્વારા વૈશ્વિક મહામારી જાહેર કરવામાં આવી છે. ગુજરાત રાજ્યમાં આ રોગના કેસો વધી રહ્યા છે ત્યારે આ રોગને વધુ ફેલાતો અટકાવવા સમગ્ર જિલ્લા વહીવટી તંત્ર અને રાજ્ય સરકાર તાકેદારીપૂર્ણ પગલા લઈ રહી છે તેના ભાગ રૂપે કેન્દ્ર સરકારના ગૃહ સચિવના પત્ર લોકડાઉન દરમિયાન બહાર પડાયેલી માર્ગદર્શિકા અંતર્ગત એક્ઝીક્યુટીવ મેજીસ્ટ્રેટોને તેઓના સ્થાનિક કાર્યક્ષેત્રના INCIDENT COMMANDER તરીકે કામગીરી કરવા તથા ઉક્ત ગાઈડલાઈન ની તમામ સૂચનાઓ ધ્યાને લઈને ફરજ પરના અધિકારી, કર્મચારીઓ પૂરતા ઓન ડ્યુટી પાસ, વાહન પાસ, આવશ્યક ચીજ વસ્તુઓ, સેવાઓના નિયત નમૂનાના મુક્તિ પાસ આપવાના હોઈ જિલ્લા કલેકટર શ્રી દ્વારા જીલ્લાના 6 જેટલા અધિકારી શ્રીઓની નિમણુક કરવામાં આવી છે.

અમદાવાદ જીલ્લાના કોરોના વાયરસની કામગીરીમાં ફરજ બજાવવાની ના પાડનાર ડો.પી.એમ.પટેલ, રજીસ્ટ્રાર ગુજરાત યુનીવર્સીટી તથા સિંચાઈ વિભાગના કાર્યપાલક ઈજનેર ચેતનસિંહ વાઘેલા એમ બે અધિકારીઓને સીટી ડેપ્યુટી કલેકટર જે.બી.દેસાઈએ આ બંને અધિકારીઓને નોટીસ ફટકારી છે. તેમજ આ બંને અધિકારીઓને ખુલાસો કરવા જણાવ્યું છે. આ બંને અધિકારીઓએ કોરોનાની કામગીરીમાં ફરજ બજાવવાની ના પાડી હતી. તેમજ જે.બી.દેસાઈ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે જરૂર પડ્યે આવા અધિકારીઓ, કર્મચારીઓ સામે ખાતાકીય તેમજ શિક્ષાત્મક રીતે કાર્યવાહી કરવામાં આવશે.

આ ઉપરાંત દિલ્લી સરકારમાં ટ્રાન્સપોર્ટ કમિશ્નર રેણુ શર્મા ને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. તેમજ હોમ સેક્રેટરી સત્ય ગોપાલને પણ શો કોઝ નોટીસ પાઠવવામાં આવી છે.


ઉલ્લેખનીય છે કે કોરોના સામે સમગ્ર દેશ લડી રહ્યું છે ત્યારે જે કોઈ અધિકારી દ્વારા કોરોના વાયરસની ફરજ પર જવાની ના પાડે અથવા તો ફરજ પર બેદરકારી દાખવતા હોય ત્યારે સરકાર દ્વારા તેમના પર સખ્તાઈ થી કાર્યવાહી કરવામાં આવી રહી છે.