બધા ટ્રેન્ડીંગ ટ્રાવેલ મ્યુઝિક સ્પોર્ટ્સ ફેશન વાઈલ્ડ લાઈફ નેચર હેલ્થ ફૂડ ટેક્નોલોજી લાઈફ સ્ટાઈલ પીપલ બીઝનેસ ઓટોમોબાઈલ મેડિકલ મનોરંજન ઇતિહાસ રાજકારણ ઢોલીવૂડ World Aggregator ANI BBC

ભારત સરકારે કોરોના વાયરસ સંબંધિત જાણકારી મેળવવા માટે લોન્ચ કર્યો Whatsapp નંબર,આ નંબરનો કેવી રીતે ઉપયોગ થાય છે..? જાણો...

કોરોના વાયરસને કારણે દુનિયાના તમામ દેશોમાં હાહાકાર મચી ગયો છે, ત્યારે ભારત માં પણ કોરોનાને કારણે અત્યાર સુધીમાં 4 લોકોના મૃત્યુ થયા છે..કોરોના વાયરસના જોખમને ધ્યાનમાં રાખીને સરકાર દ્વારા Whatsapp Chatboat (વોટ્સએપ ચેટબોટ) નંબર તૈયાર કર્યો છે, જેમાં દેશનો કોઈ પણ નાગરિક મેસેજ કરીને કોરોના વાયરસ સબંધિત પ્રશ્નોના જવાબ મેળવી શકશે. ભારત સરકારે તેનું નામ MYGOV Corona Helpdesk (માય ગોવ કોરોના હેલ્પડેસ્ક) રાખવામાં આવ્યું છે. આ માટેનો વોટ્સએપ નંબર 9013151515 છે. આ વોટ્સએપ નંબરની મદદથી તમે કોરોના વાયરસ વિશે નેશનલ ફાર્માસ્યુટિકલ પ્રાઇસિંગ ઑથોરિટી ની મદદથી કોરોના વાયરસ સબંધિત પ્રશ્નોના જવાબો મેળવી શકો છો.



આ વિશેની માહિતી MYGOVIndia ના ઓફિશિયલ ટ્વિટર હેન્ડલ પર માહિતી આપવામાં આવી છે, જેમાં લખવામાં આવ્યું છે કે 9013151515 નંબર પર નમસ્તે લખીને આપ કોરોના સંબંધિત માહિતી મેળવી શકો છો.