બધા ટ્રેન્ડીંગ ટ્રાવેલ મ્યુઝિક સ્પોર્ટ્સ ફેશન વાઈલ્ડ લાઈફ નેચર હેલ્થ ફૂડ ટેક્નોલોજી લાઈફ સ્ટાઈલ પીપલ બીઝનેસ ઓટોમોબાઈલ મેડિકલ મનોરંજન ઇતિહાસ રાજકારણ ઢોલીવૂડ World Aggregator ANI BBC

કોરોના સંકટમાં મોદી સરકાર આવી દેશની જનતાની વ્હારે, સરકારે 1 લાખ 70,000 હજાર કરોડ રૂપિયાનું જાહેર કર્યું પેકેજ...

દેશમાં કોરોનાનો કહેર વધતો જોવા મળી રહ્યો છે અને 14 એપ્રિલ સુધી દેશને સંપૂર્ણપણે લોકડાઉન કરવામાં આવ્યો છે, ત્યારે કોરોનાના સંકટમાં મોદી સરકાર જનતાની વ્હારે આવી છે. આજે નાણામંત્રી નિર્મલા સીતારમને આ જાણકારી આપી હતી.

દેશમાં મધ્યમવર્ગ તેમજ ગરીબોને ધ્યાનમાં રાખીને આજે કેન્દ્ર સરકાર દ્વારા અગત્યની જાહેરાત કરવામાં આવી હતી, તો આવો જોઈએ કેન્દ્રની મોદી સરકાર દ્વારા કઈ-કઈ મહત્વની જાહેરાત કરવામાં આવી હતી.

  • કોરોના દર્દીઓની સેવા કરતા ડોકટરોને 50 લાખ રૂપિયાનો વીમો
  • નર્સ, આશા વર્કર, મેડીકલ સ્ટાફને 50 લાખ રૂપિયાનો વીમો
  • 20 લાખ કર્મચારીઓને મળશે 50-50 લાખ રૂપિયાના વિમાનો લાભ
  • ગરીબોને ૩ મહિના સુધી 10 કિલો ચોખા અથવા ઘઉં મફતમાં અપાશે
  • 3 મહિના સુધી ગરીબોને પરિવાર દીઠ 1 કિલો દાળ મફત મળશે.
  • ઉજ્જવલ યોજનાના લાભાર્થીઓને ૩ મહિના સુધી મફત ગેસ સીલીન્ડર 
  • જનધન ખાતામાં 3 મહિના સુધી 500 રૂપિયા જમા કરશે સરકાર
  • વૃદ્ધો, દિવ્યંગો, વિધવાઓને 3 મહિના સુધી 1 હજાર રૂપિયા મળશે.
  • તમામ ખેડૂતોના ખાતામાં એપ્રિલમાં 2 હજાર રૂપિયા જમા થશે.
  • તમામ માંન્રેગા શ્રમિકોને 182 ને બદલે 202 રૂપિયા વેતન મળશે.
  • 3 મહિના સુધી કંપનીના હિસ્સાનું PF પણ સરકાર ચૂકવશે
  • જમા રકમના 75% કે 3 માસનો પગાર, જે ઓછું હશે તે ઉપાડી શકાશે.
  • મહિલા સહાયતા સમુહને 10 ને બદલે 20 લાખ રૂપિયાની લોન મળશે.
  • મોદી સરકારે 1 લાખ 70000 હજાર કરોડ રૂપિયાનું જાહેર કર્યું પેકેજ
  • કોરોના સંકટમાં મોદી સરકાર આવી દેશની જનતાની વ્હારે 

ભારતમાં કોરોનાના અત્યાર સુધીમાં કુલ 695 કેસ નોંધવામાં આવ્યા છે, જેમાંથી 15 લોકોના મોત થયા છે, 45 લોકો રીકવર થયા છે જયારે 635 લોકો સારવાર હેઠળ છે.