અનલોક 2 ની શરૂઆતમાં ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવ્હાર નિગમ દ્વારા અમદાવાદના ગીતા મંદીર બસ સ્ટોપ શરૂ કરવાનો નિર્ણય...
રાજ્યમાં કોરોનાની વૈશ્વિક મહામારી ચાલી રહી છે. જો કે સમગ્ર પરિસ્થિતિ વચ્ચે રાજ્ય સરકાર દ્વારા અનલોક-2ની જાહેરાત કરવામાં આવી છે. અનલોક-2 અંતર્ગત રાજ્યમાં વિવિધ સેવા શરૂ કરાઇ છે. ત્યારે હવે ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવ્હાર નિગમ દ્વારા અમદાવાદના ગીતા મંદીર બસ સ્ટોપ શરૂ કરવાનો નિર્ણય લેવાયો છે.
ઉલ્લેખનીય છે કે કોરોનાનું સંક્રમણ વધતા રાજ્યમાં બસ સેવા બંધ કરવામાં આવી હતી. જો કે હવે અનલોક- 2ની જાહેરાત બાદ એસટી બસ શરૂ કરવાનો નિર્ણય લેવાયો છે. સાથે જ સંચાલન ગીતા મંદિર બસ સ્ટેન્ડથી કરવામાં આવશે. સાથેજ તમામ પ્રવાસીઓ સરકારી ગાઈડલાઈનનું પાલન કરે તેની તકેદારી પણ રાખવામાં આવશે.