બધા ટ્રેન્ડીંગ ટ્રાવેલ મ્યુઝિક સ્પોર્ટ્સ ફેશન વાઈલ્ડ લાઈફ નેચર હેલ્થ ફૂડ ટેક્નોલોજી લાઈફ સ્ટાઈલ પીપલ બીઝનેસ ઓટોમોબાઈલ મેડિકલ મનોરંજન ઇતિહાસ રાજકારણ ઢોલીવૂડ World Aggregator ANI BBC

કોરોનાનો કહેર યથાવત, અમદાવાદ માહિતીખાતાના વધુ 4 કર્મચારીઓને કોરોના પોઝિટિવ...

સમગ્ર રાજ્યમાં કોરોનાના કેસો સતત વધી રહ્યા છે ત્યારે તેનો સૌથી વધારે કહેર અમદાવાદમાં જોવા મળી રહ્યો છે. ત્યારે અમદાવાદમાં કોરોના કહેર વચ્ચે આજે એક મોટા સમાચાર મળી રહ્યા છે. કોરોના વાયરસે ગુજરાતી મીડિયામાં પ્રવેશ કર્યા બાદ આજે અમદાવાદ માહિતીખાતાના અધિકારીઓને પોતાની ઝપેટમાં લીધા છે. માહિતીખાતાના વધુ 4 કર્મચારીનો આજે કોરોના રિપોર્ટ પોઝિટીવ આવ્યો છે. જેના કારણે અફડાતફડીનો માહોલ બનેલો છે.

મળતી માહિતી પ્રમાણે, અમદાવાદ માહિતી ખાતાના આજે વધુ ચાર કર્મચારી સહિત કુલ પાંચ વ્યક્તિઓ કોરોનાની ઝપેટમાં આવ્યા હોવાના સમાચાર મળી રહ્યા છે. આજે પોઝિટિવ રિપોર્ટ આવ્યો છે તેમાં સિનિયર સબ એડિટર, કેમેરામેન, ટ્રાન્સલેટર અને ટ્રેનિંગ આવતા યુવકનો સમાવેશ થાય છે.

કોરોના મહામારીમાં એક પછી એક સરકારી કર્મચારીઓ સપડાઈ રહ્યા છે. અમદાવાદ માહિતી ખાતામાં ફરજ બજાવતા અને સિવિલ હોસ્પિટલમાં કોરોનાનું રીપોર્ટીંગ કરતા અધિકારીનો મંગળવારે કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યા બાદ આજે બીજા 4 કર્મચારીના કોરોનાના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે.

ઉલ્લેખનીય છે કે અમદાવાદ માહિતીખાતામાં અત્યારસુધી કુલ 5 કર્મચારીના કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે. તંત્ર દ્વારા અમદાવાદ માહિતી ખાતાની ઓફીસ પણ સીલ કરી દેવામાં આવી છે.