બધા ટ્રેન્ડીંગ ટ્રાવેલ મ્યુઝિક સ્પોર્ટ્સ ફેશન વાઈલ્ડ લાઈફ નેચર હેલ્થ ફૂડ ટેક્નોલોજી લાઈફ સ્ટાઈલ પીપલ બીઝનેસ ઓટોમોબાઈલ મેડિકલ મનોરંજન ઇતિહાસ રાજકારણ ઢોલીવૂડ World ANI BBC Others

અમદાવાદથી મણિનગર ગાદી સંસ્થાન માટે ચિંતાજનક સમાચાર, એકસાથે આટલા સંતો થયા કોરોના સંક્રમિત...

સમગ્ર રાજ્યમાં કોરોના વાયરસના કેસોમાં સતત વધારો થઈ રહ્યો છે ત્યારે છેલ્લા ત્રણ દિવસથી અમદાવાદમાં કોરોના વાયરસના કેસોમાં ઘટાડો જોવા મળી રહ્યો છે, સિવિલમાં આવેલી 1200 બેડની હોસ્પિટલમાં માત્ર 230 દર્દીઓ જ સારવાર લઈ રહ્યા છે ત્યારે બીજી બાજુ અમદાવાદ સ્વામિનારાયણ મંદિરને લઈને ખુબજ ચિંતાજનક સમાચાર સામે આવ્યા છે.

મળતી વિગતો અનુસાર અમદાવાદ મણિનગર ગાદી સંસ્થાનના 11 સંતો કોરોનાથી સંક્રમિત થયા છે. આ તમામ સંતોને સારવાર માટે કોવિડ કેર સેન્ટર ખાતે ખસેડવામાં આવ્યા છે, જોકે આ તમામ સંતોની તબિયત અત્યારે હાલ સુધારા પર છે. અને બાકીના સંતોને મંદિરમાં જ કોરોન્ટાઇન કરવામાં આવ્યા છે.

આ સાથે જ અન્ય લોકોને મંદિર પરિસરમાં જવા માટે પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે.