બધા ટ્રેન્ડીંગ ટ્રાવેલ મ્યુઝિક સ્પોર્ટ્સ ફેશન વાઈલ્ડ લાઈફ નેચર હેલ્થ ફૂડ ટેક્નોલોજી લાઈફ સ્ટાઈલ પીપલ બીઝનેસ ઓટોમોબાઈલ મેડિકલ મનોરંજન ઇતિહાસ રાજકારણ ઢોલીવૂડ World Aggregator ANI BBC

રાજ્યના આ મોટા શહેરમાં મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા પાનના ગલ્લા, ચાની કીટલી કરાવવામાં આવી બંધ...

સમગ્ર રાજ્યમાં કોરોના વાયરસના કેસો સતત વધી રહ્યા છે છેલ્લા કેટલાક દિવસથી કોરોના વાયરસના કેસોનો આંકડો 800 ને પાર આવી રહ્યો છે બીજી તરફ તંત્ર દ્વારા કોરોના સામે લડવા કોઈ કચાસ રાખવામાં આવે તેમ નથી. રાજ્યમાં સૌથી વધારે કેસો અમદાવાદમાં નોંધાયા છે જેથી ફરીથી કેસોમાં વધારો ન થાય તેને ધ્યાને લઈને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને મહત્વપૂર્ણ પગલું ભર્યું છે.



મળતી વિગતો મુજબ અમદાવાદ શહેરમાં મોડી સાંજે મ્યુનિ.કોર્પોરેશનને વિવિધ વિસ્તારોમાં સપાટો બોલાવ્યો હતો. મણિનગર, સેટેલાઇટ, નરોડા સહિતના વિવિધ વિસ્તારોમાં પાનના ગલ્લા અને ચાની કિટલીઓ બંધ કરાવાઇ હતી. એટલું જ નહીં. નરોડામાં તો કેટલાંક પાનના ગલ્લા સીલ પણ કરી દેવાયાં હતાં.



તો બીજી તરફ આવતીકાલથી અમદાવાદમાં પાનના ગલ્લા બંધ થઇ જશે તેવી અફવા પણ ફેલાઈ ગઈ હતી જેને કારણે કેટલાંય લોકો તો મસાલા,તમાકુ,સિગારેટ સુધ્ધા ખરીદવા દોડયા હતાં. કોરોનાના વધતાં સંક્રમણને પગલે પાનના ગલ્લા બંધ કરાવી દેવાની અફવાને લીધે તમાકુ-બીડી સિગારેટના બંધાણીઓની ચિંતા વધી ગઇ હતી.